સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

ધોરાજીમાં વકીલો અસલામત ?

ધોરાજી બાર એસો. પ્રમુખની ઓફિસમાં તાળા તૂટ્યા બાદ ધોરાજીના એડવોકેટ દીપકભાઈ વૈષ્ણવની વાડીએ તસ્કરોએ કળા કરી....

ધોરાજી, તા.૨૯: ધોરાજીમાં છેલ્લાં કેટલાંક સમયથી તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યાં હોય તેમ ગતરોજ ફરી એક એડવોકેટ ને ત્યાં ત્રાટકયા હતા. સળંગ વકીલોને નિશાન બનાવતી ટોળીનાં કરતૂતો જોઈ વકીલોની સલામતી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.

તાજેતરમા ધોરાજી વકિલ મંડળના પ્રમુખ વી. વી. વદ્યાસીયા ની ગેલેકસી ચોકમાં આવેલ ઓફિસમાં તસ્કરોએ ૭૩,૦૦૦ જેવી રોકડ રકમ ચોરી કર્યા બાદ હવે ધોરાજીના યુવા એડવોકેટ અને વકીલ મંડળના ઉપ પ્રમુખ દીપકભાઈ આર. વૈશ્નવ ની વાડી ખાતે ઓરડીમાં તાળા તોડી અજાણ્યા તસ્કરોએ સીંગતેલનાં બે ડબ્બા અને વાસણો મળીઙ્ગ આશરે ૮૦૦૦ ની રકમનો મુદ્દામાલ ની ચોરી થવા પામી છે.

વકીલ દ્રારા ધોરાજી પોલીસ મથકે જાણ કરવામા આવી છે. ધોરાજી પોલીસ માટે હવે વકીલોને નિશાન બનાવતા તસ્કરો પડકાર રૃપ ગણી શકાય છે. સીમ વિસ્તારોમાં આટોળી શાંતીના પ્રતીક કબુતરોનો શીકાર કરે છે અને વાડીએ કબુતરોનો માંસ રાંધીને ખાઇ છે આ અંગેની ફરીયાદ પુર્વ એડવોકેટ દિપકભાઇ વૈષ્ણવ એ ધોરાજી પોલીસમાં લેખીતમાં ફરીયાદ આપેલ છે. અને જાણવા મળતી વિગતો લેખીતમાં ફરીયાદ આપેલ છે. અને જાણવા મળતી વિગતો મુજબ આ કબુતરોનો શીકાર કરતી ટોળી ઠંડીની સીઝનમાં રાત્રે કરે છે અને આવા ચોરી અને શીકારની ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. એમ વકીલ દિપકભાઇ વૈષ્ણવની યાદીમાં જણાવેલ હતું.

(1:22 pm IST)