પોરબંદર ડબલ મર્ડરમાં ઝડપાયેલ વધુ ૩ શખ્સોના રિમાન્ડની તજવીજ
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૯ :.. ડબલ મર્ડરના વધુ ૩ આરોપીઓ સંજયભાઇ પોલાભાઇ મકવાણા રહે. બિરલા કોલોની ઇન્દીરાનગર રબારીકેડા પોરબંદર, રામા રૈયાભાઇ મકવાણા રહે. બિરલા કોલોની ઇન્દીરાનગર રબારીકેડા પોરબંદર, પોલા હાજાભાઇ મકવાણા રહે. બિરલા કોલોની ઇન્દીરાનગર રબારીકેડા પોરબંદરની પોલીસે ધરપકડ કરીને રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.
પોરબંદરના વીર ભનુ ખાંભી પાસે મકરસંક્રાંતિની રાત્રે પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના હારેલા ઉમેદવાર વનરાજ પરબતભાઇ કેશવાલા તેના ભાઇ રાજ, તેના મિત્રો પ્રકાશ જુંગી તથા કલ્પેશ ભૂતિયા પર પાલિકાના ભાજપના સુધરાઇ સભ્યો ભીમા કેશવ ઓડેદરા તેનો પુત્ર નિલેશ, અન્ય સુધરાઇ સભ્ય રામા રૈયા સહિત ૧૧ શખ્સોએ પિસ્તોલ અને રિવોલ્વર વડે ફાયરીંગ કરી તલવાર બેઝબોલના ધોકા વડે હૂમલો કર્યો હતો જેમાં વનરાજ તથા પ્રકાશને ગંભીર ઇજાઓ થઇ હતી જયારે રાજ તથા કલ્પેશના મોત નિપજયા હતાં. પાલિકાની ચૂંટણીના મનદુઃખમાં થયેલ આ હત્યાકાંડમાં પોલીસે અગાઉ છ આરોપીઓને ઝડપી લીધા હતાં.