સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

કુતિયાણાના ખાગેશ્રી જવાના રસ્તે દારૃ ઝડપાયો : આરોપી ફરાર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૯ :  કુતિયાણા પોલીસે ટીંબીનેશથી ખાગેશ્રી જતા કયા રસ્તે વાડી વિસ્તારમાં આવતા ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, ટીંબીનેશમાં રહેતા બાબુ કાનાભાઇ શામળાએ છુપાવેલ રૃા. ર૭,૭પ૦નો દારૃ જાત કર્યો હતો. આરોપી બાબુ કાનાભાઇ શામળા રહે. ટીંબનેશ તા. કુતિયાણા વાળા સામે ગુન્હો દાખલ કરેલ છે.

આ કામગીરી  જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા પોરબંદર ગ્રામ્યના સ્મીત ગોહિલની સુચનાથી સબ ઇન્સ. એ.બી. દેસાઇ તથા પો. હેડ કોન્સ. આર. જે. રાડા તથા એચ.ડી. સીસોદીયા તથા પો. કોન્સ. ભરત ભોજાભાઇ તથા લોકરક્ષક મેરામણ પાલાભાઇ એ કરી હતી. (૯.૧૦)

(1:16 pm IST)