સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

અમરેલી જીલ્લામાં ૭૯ કોરોના કેસ

 (અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.,ર૯: અમરેલી જીલ્લામાં ધારી અને બગસરા વિસ્તારમાં કોરોના વિસ્ફોટ થતો હોય તેમ કેસની સંખ્યા વધી છે. અમરેલી જીલ્લામાં કોરોનાના ૭૮ કેસ નોંધાયા છે. જયારે રાજયમાં ત્રીજી લહેરમાં સૌથી વધુ કોરોનાથી ૩૦ના મોત સતાવાર રીતે નોંધાયા છે. રાજયમાં આજે ૧૨૧૩૧ કેસ સામે ૨૦૦૭૦ દર્દીઓ રીકવર થયા છે. શુક્રવારે અમરેલીમાં કોરોનાના ૩ર કેસ નોંધાયા છે. જેમાંધારીમાં રપ, બગસરામાં ૧૯, જાફરાબાદ, બાબરામાં એક કેસ છે. ઠંડી ઘટતા હજુ કોરોના વધે તેવી શકયતા સેવાઇ રહી છે.

(1:11 pm IST)