સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

મોરબીમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોના વિભાજનનો હુકમ પરંતુ કાર્યવાહી ક્યારે ?

જાગૃત નાગરિકે જીલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરી.

મોરબીના શહેરી વિસ્તારમાં ૩૭ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોને મોરબી ગ્રામ્યથી અલગથી વિભાજન કરવાનો હુકમ થઇ ગયેલ હોવા છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી જે મામલે જીલ્લા પુરવઠ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે
મોરબીના જાગૃત નાગરિક મેહુલ ગાંભવાએ જીલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી તાલુકાના કુલ ૧૦૨ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો આવેલ છે જેમાં શહેરી વિસ્તારમાં ૩૭ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૫ આવેલ છે સરકાર દ્વારા શહેરી વિસ્તારને ૨૧-૧૨-૨૦૨૧ ના રોજ ગ્રામ્ય વિસ્તારથી અલગ કરેલ છે જેમાં નાયબ મામલતદારની નિમણુક થઇ ગયેલ હોવા છતાં શહેરી વિસ્તારના ૩૭ વ્યાજબી ભાવની દુકાનો અલગથી આજદિન સુધી વિભાજન કરેલ નથી.

(12:48 pm IST)