સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

ધ્રોલમાં એક શખ્‍સ ર૦ કિલો સોપારી ઉઠાવી ગયો દુકાન બહાર પડેલ તેલના ડબ્‍બા પણ ગયા

કોરોનામાં બે શખ્‍સો કેદ થયાઃ રિક્ષામાં સામાન રાખી પલાયન થયાની રાવ

ધ્રોલ તા. ર૯ : જામનગર ખાતે બે તસ્‍કરો દ્વારા ધોળે દિવસે રપ-રપ કિલો સોપારીના બે દાગીના ઉઠાવી ને નાસી જનાર શસોની તપાસ કરતા જામનગરની ગુન્‍હા શોધક શાખાના પોલીસ અધિકારીઓ દ્વારા રાજકોટ ખાતેથી મુદ્દામલ તેમજ ઉપયોગમાં લેવાયેલ રીક્ષા સહિત પકડી પાડેલ છે.
આ શખ્‍સો દ્વારા ધોળે દિવસે વેપારીઓની દુકાનોમાંથી સોપારી, તેલના ડબ્‍બા, મોબાઇલ વિગેરે ચીજો વેપારીનીની નજર સમક્ષ જ તેની દુકાનોએથી જ આ ચોરી કરી રહેલ ગેગ, દ્વારા, ધ્રોલ, પડધરી સહિતની દુકાનોમાંથી સોપારી સહિત પાન, બીડી, મલાસાની દુકાનોમાંથી હજારો રૂા.ના માલની ઉઠાંતરી કરેલ છે.
ધ્રોલ ખાતે આશરે વીસેક દિવસ અગાઉ અત્રેના જામનગર રોડ પર આવેલા હોલસેલ વેપારીની દુકાનેથી ર૦ કિલો સોપારી કિંમત રૂા. ૭૦૦૦ ની મોટરસાયકલ ઉપરથી ઉપાડીને નાસી ગયેલ હોવાની લેખીત ફરીયાદ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં કરેલ છે. તેમજ સી.સી.ટી.વી.ના કુટેજ પણ આપેલ છે તેમજ અત્રેની કરીયાણાની દુકાનોમાંથી દુકાનની બહાર પડેલા તેલના ડબ્‍બાઓ પણ ઉપડી ગયા હોવાની ફરીયાદ ઉઠેલ છે.
આ તસ્‍કર બેલડી દ્વારા જે તે દુકાનના વેપારી પાસે એક શખ્‍સ ચીજવસ્‍તુ લેવાના બ્‍હાને તેની સાથે વાતચીત કરતો રહે છે. તે દરમ્‍યાન અન્‍ય શખ્‍સ કે જેણે તેની સાથેની રીક્ષા થોડે દુર પાર્ક કરીને રાખેલ હોય તેમાં આ ચોરીનો માલ તેમાં મુકીને બંને શખ્‍સો પલાયન થઇ જાય છે.
આ રીતે નવતર રીતે ચોરી કરતી અને રાજકોટ ખોતથી પકડાયેલ આ તસ્‍કરો દ્વારા ધ્રોલ, પડધરી, સહિત અનેક શહેરોમાંથી તસ્‍કરી કરેલ હોવાનું અંદાજવામાં આવે છે. તો આ બાબતે પોલીસતંત્ર તરફથી ઉંડી તપાસકરી આ ચોરીઓનો ભેદ પણ ખોલવામાં આવે તેવી વેપરીઓની માંગણી છે.

 

(12:28 pm IST)