સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

ઠંડીમાં ઘટાડોઃ માત્ર ગિરનાર ૪.૪ નલીયામાં ૬.૧ ડીગ્રી

રાજકોટમાં ૧૦.૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું: માત્ર રાત્રે અને સવારે ઠંડકની અસર

ગોંડલઃ ઠંડીથી બચવા માટે માસ્‍ક પહેરીને તાપણુ કરતા નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
રાજકોટ તા. ર૯ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો યથાવત છે આજે માત્ર ગીરનાર પર્વત ઉપર ૪.૪ ડીગ્રી, કચ્‍છના નલીયામાં ૬.૧ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે.રાજકોટમાં ૧૦.૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાતા ઠંડીમાં ઘણી રાહત અનુભવાય છે. માત્ર રાત્રે અને વહેલી સવારે ઠંડીની અસર યથાવત છે.
જુનાગઢ
(વિનુ જોશી) જુનાગઢ : તાપમાન વધતા આજે ઠંડીમાં આંશિક ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી હતી.
ગઇકાલે જૂનાગઢનાં ગિરનારનું લઘુતમ તાપમાન ત્રણ ડીગ્રી રહ્યા બાદ આજે પારો ઉપર ચડીને ૪.૪ ડીગ્રીએ સ્‍થિર થતાં પર્વતીય વિસ્‍તારમાં ઠંડી ઘટી હતી.
જુનાગઢમાં આજે ૯.૪ ડીગ્રી ઠંડી રહી હતી. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા રહ્યુ હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૮ કિ.મી.ની રહી હતી.
પોરબંદર
(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર : ઠંડીનો પારો ૧ ડીગ્રી નીચે ગયો છે. જયારે ડ્રાયબલનો પારો ૧.૪ ડીગ્રી નીચે ગયું છે ભેજ વધ્‍યો છે. ખંભાળા અને ફોદાળા જળાશયમાં સપાટી યથાવત છે. ટેકરી વિસ્‍તારમાં ઠાર છે. ર૮.૪ ડીગ્રી મહત્તમ, લઘુતમ ૯.૪ સવારનું તાપમાન ૧ર.૪ ડીગ્રી, પવન ૬ કિ. મી. છે. સૂર્યોદય ૭.૩૦, સૂર્યાસ્‍ત ૬.૩૯.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન રપ.૩ મહત્તમ ૧૧.૯ લઘુતમ ૮૭ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ક્‍યાં કેટલી ઠંડી
શહેર    લઘુત્તમ તાપમાન
ગિરનાર પર્વત    ૪.૪    ડિગ્રી
નલીયા    ૬.૧    ,,
જુનાગઢ    ૯.૪    ,,   
અમદાવાદ    ૯.૦    ,,
વડોદરા    ૧૦.૮    ,,
જામનગર    ૧૧.૯    ,,
ભાવનગર    ૧૧.૦    ,,
ભુજ    ૧૧.૦    ,,
ડીસા    ૯.ર    ,,
ગાંધીનગર    ૭.૯    ,,
રાજકોટ    ૯.૪    ,,
કંડલા    ૧૦.૫    ,,
પોરબંદર    ૯.૪    ,,

 

(11:54 am IST)