સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

કોડીનારના છારા સરખડીના દરિયાકાંઠે બની રહેલી જેટીમાં ગેસના ટાંકામાં ગુંગળાઇ જતા પરપ્રાંતિયના મોત સામે કર્મચારીઓનો હંગામો

કોડીનાર,તા. ૨૯ : તાલુકાના છારા સરખડી ગામના દરિયાકાંઠે આકાર લઇ રહેલી ખાનગી જેટી ખાતે કંપનીના બની રહેલા ગેસના ટાંકા નાવેલ્‍ડીંગનું કામ ચાલી રહ્યુ હતું. ત્‍યારે એક પરપ્રાંતીય કર્મચારીનું ગુંગળાઇ જવાથી મૃત્‍યુ થતા આ બાબતે કર્મચારીઓએ કામગીરી ઠપ કરીને હંગામો મચાવ્‍યો હતો
આ ગેસ કંપનીમાં અંદાજે ૫૦૦ જેટલા પરપ્રાંતીય મજુરો કામ કરી રહ્યા છે આ તમામે જે કર્મચારીનું મૃત્‍યુ થયું છે કે કંપીનીન બેદરકારીના કારણે થયાનું જણાવ્‍યુ હતું. કર્મચારીઓએ વીજળીક હડતાલ કરીને મૃતક કર્મચારીને વળતરની માંગણી કરી હતી કર્મચારીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ ખાનગી કંપની દ્વારા તેઓનું શોષણ થઇ રહ્યુ છે કંપનીની બેદરકારીના કારણે આ કર્મચારીનું મૃત્‍યુ થતાં તેમના પરિવારને કંપની દ્વારા રૂપિયા ૨૦ લાખનું વળતર આપવાની માંગણી કરી હતી પરંતુ કંપની સંચાલકોએ મૃતકને માત્ર રૂપિયા ૫૦ હજારનું વળતર આપ્‍યુ હતું અને તેના મૃતદેહને પી.એમ. કરાવીને તેમના વતન ખાતે મોકલી આપ્‍યો હતો જ્‍યારે કંપની અધિકારીઓ એવું જણાવી રહ્યા છે કે મૃતકનો પીએમ રિપોર્ટ આવ્‍યા પછી અમે વળતર આપવાનું નક્કી કરશુ મૃતક કર્મચારી ટાંકાની અંદર વેલ્‍ડીંગ કામ કરી રહ્યો હતો ત્‍યારે તેમને પૂરતા પ્રમાણમાં ઓકિસજન ન મળવાને કારણે ગુંગળાઇ જવાથી તેમનું મૃત્‍યુ થયાનું સહ કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્‍યુ હતું.

 

(12:34 pm IST)