સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

મોરબી સતવારા સમાજ બ્‍લડ ગ્રુપ દ્વારા દર્દીઓ માટે ૧૩ બોટલ બ્‍લડ અપાયું

 મોરબી :  શહેરમાં સારવાર અર્થે આવેલા દર્દીઓને લોહીની જરૂરિયાત હોય જેથી મોરબી સતવારા સમાજ બ્‍લડ ગ્રુપ દ્વારા ૧૩ બોટલ બ્‍લડની જરૂરિયાત પૂરી કરવામાં આવી હતી. સતવારા બ્‍લડ ગ્રુપના લખનભાઈ હડીયલને જાણ કરવામાં આવી હોય જેથી સતવારા બ્‍લડ ગ્રુપના સભ્‍યો દ્વારા તાત્‍કાલિક ૧૩ બોટલ બ્‍લડની વ્‍યવસ્‍થા સંસ્‍કાર બ્‍લડ મોરબી ખાતે કરવામાં આવી હતી ત્‍યારે દર્દીના પરિવાર દ્વારા ગ્રુપનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે. સતવારા સમાજને ગમે ત્‍યારે મોરબીમા બ્‍લડની જરૂરીયાત જણાય ત્‍યારે મોબાઈલ નંબર ૯૦૯૯૩ ૫૮૪૬૮ પર સંપર્ક કરી શકાશે તેમજ સતવારા સમાજના લોકોને સેવાકાર્યમાં જોડાવવા માટે તેમનુ નામ, બ્‍લડ ગ્રુપ સહિતની વિગત વ્‍હોટસએપ કરવા અનુરોધ કરાયો છે.


 

(10:46 am IST)