સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

શાળામાં ફી વધારો પાછો ખેંચો સરકારની ૨૫% ફી રાહતની જાહેરાતનો અમલ કરો : NSUIની આંદોલનની ચિમકી

લાખો વાલીઓ સાથે છેતરપિંડી કરી સરકારે શિક્ષણને જ વેપાર બનાવી દીધો છે - NSUI પ્રમુખનો આક્રોશ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૯ : કોરોનાની વૈશ્વિક મહામારીમાં ધંધા રોજગાર ઠપ્‍પ છે ત્‍યારે સામાન્‍ય અને મધ્‍યમ વર્ગના લોકો પોતાના બાળકના ભવિષ્‍ય માટે સતત ચિંતિત છે,આ સ્‍થિતિમાં સ્‍કૂલોમાં ફીમાં રાહતની વ્‍યાજબી માગણીને ગુજરાતની સરકારે ધરાર ઠુકરાવી છે.સરકારે ખાનગી શાળા સંચાલકોની તરફેણ કરવાનું બંધ કરવું જોઈએ અને તાત્‍કાલિક ફી વધારો પાછો ખેંચવો જોઈએ અને શિક્ષણ મંત્રીએ અગાઉ ૨૫ ફી રાહતની જાહેરાત કરી હતી તે રાહત આપતો નિર્ણય તાત્‍કાલિક જાહેર કરવો જોઈએ,આગામી દિવસોમાં શિક્ષણના હક અને અધિકાર માટે પોરબંદર ફલ્‍શ્‍ત્‍ સામાન્‍ય-મધ્‍યમ વર્ગના વિદ્યાર્થી-વાલીના હિતમાં લડત ચલાવશે !ᅠ
ᅠ ᅠ ᅠ ᅠશાળાઓમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી વીજળીનો ખર્ચ વહીવટી ખર્ચ એક્‍ટિવિટી ખર્ચ મેઈન્‍ટેનન્‍સ ખર્ચ સહિત અન્‍ય ખર્ચમાં મોટા પાયે ઘટાડો થયો બીજી તરફ વાલીઓને સતત મોબાઈલ લેપટોપ સહિતના ડેટાપેકનો મોટો ખર્ચ થયો છે.કોરોનાની મહામારીમાં સંખ્‍યાબંધ લોકોએ નોકરી ગુમાવી છે કા તો પગાર કાપનો સામનો કર્યો છે,આ સ્‍થિતિમાં ફીમાં રાહત આપવાના બદલે ફરી એકવાર સરકાર અને ભ્રષ્ટ શિક્ષણ વિભાગે ખાનગી શાળા સંચાલકોની તરફદારી વિદ્યાર્થી-વાલીઓની મુશ્‍કેલીમાં ઉમેરો કર્યો છે.સરકારે શિક્ષણને જ ઉદ્યોગ-વેપાર બનાવી દીધો છે,સરકારે શાળા સંચાલકોની વકીલાત કરીને ગુજરાતના લાખો વાલીઓ સાથે છેતરપિંડી આચરી છે,સરકાર પહેલાં તો રાહત માટે વાત કરી રહી હતી.સરકારના શિક્ષણમંત્રીએ ૨૫ ટકા ફી માફીને બાજુ ઉપર ખાનગી શાળાના સંચાલકોને ફાયદો તે રીતે ૫ થી ૧૦ ટકાનો વધારો ઝીંકી દીધો છે ત્‍યારે વાલીઓ મુશ્‍કેલીમાં મુકાયા છે.રાજય સરકારે ફી વધારો પરત ખેંચવો જોઈએ

 

(10:22 am IST)