સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th January 2020

કુંડલાના થોરડીમાં ૧૧ વર્ષની બાળાને ઉઠાવી જઇ બળાત્કાર

અમરેલી તા.ર૯ : સાવરકુંડલા તાલુકાના થોરડી ગામની સીમમાં પ્રાગજીભાઇ કસવાળાની વાડી પાસે મહુવા તાલુકાના વાદ્યનગરનાં અને હાલ થોરડી રહેતા આતુ રવજીભાઇ મકવાણાએ ૧૧ વર્ષની બાળાને ભાગવી રાખેલવાડીએથી પોતાની વાડીના મકાન પાસે બોર ખાવા લઇ જવાનું બહાને બોલાવી. થોરડીથી બાઇકમાં અપહરણ કરી તલાવડીની વાડીની જમીને બોરડીમાં જાળા પાછળ લઇ જઇ ધાકધમકી આપી મોઢુ દબાવી જમીન પર ઢસડી બળાત્કાર ગુજાર્યાની ભોગ બનનારની બહેને સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ મહિલા પીએસઆઇ એપી ડોડીયા ચલાવી રહયા છે.

(1:24 pm IST)