સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th January 2019

મેંદરડામાં મતદાન દિનની ઉજવણી

મેંદરડાઃ તાલુકાની રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામા આવી હતી. શહેરની શાળા કોલેજો મેંદરડા જી.પી.હાઇસ્કૂલથી મુખ્ય માર્ગ ઉપર બહોળી સંખ્યામાં સુત્રોચ્ચાર અને બેનરો લગાડેલ હતા બી.આર.સી.માં ભવન ખાતે આયોજન કરવામાં આવેલ હતુ. તેમજ બાળકોને મતદાન જાગૃતિની બુકલેટનુ વિતરણ કરવામા આવી તેમજ વિદ્યાર્થી દ્વારા નાટક તેમજ પ્રવચનો કરવામા આવ્યા તેમજ  અમરાભાઇ સુરગભાઇ કહોર, અપંગ મતદાર મનીષાબેન ભીમાભાઇ , મહીલા મતદાર ચંપાબેન ચુનીલાલ ગોંડલીયાને શાલ પહેરાવી સનમાન કરવામાં આવેલ તેમજ મતદાર જાગૃતી અન્વયે રાષ્ટ્રીય બાલીકા દિવસ નિમીતે વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાર જાગૃતિનો કાર્યક્રમ કરવામા આવ્યો હતો. મામલતદાર કે.જી. રાયકુડલીયા, વીજયભાઇ પરમાર, નાયબ મમાલતદાર, પુનમબેન દેતરોજા, નાયબ મામલતદાર વગેરે હાજર રહ્યા હતા. (મતદાર જાગૃતિ રેલીની તસ્વીરઃ ફોટો-ગૌતમ જે.શેઠ- મેંદરડા)

(11:59 am IST)