સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th January 2019

જામજોધપુર કન્યા વિધાલયમા ધ્વજવંદન

જામજોધપુરઃ નગર પંચાયત કન્યા વિદ્યાલયમાં ૭૦માં પ્રજાસતાક દિનની ઉજવણી કરાઇ હતી. જેમાં વિવિધ રંગારંગ સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ ભાગ લીધો હતો જેમાં સ્વાગત ગીત વગેરે જેવા કાર્યક્રમો યોજાયા હતાં. પુરસ્કાર વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે પાલિકા પ્રમુખ સોનલબેન જાવિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.(તસ્વીર-અહેવાલઃ દર્શન મકવાણા જામજોધપુર)(૨૨.૭)

(11:53 am IST)