સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

ધોરાજી સરકારી હોસ્પિટલની મુલાકાત લેતા રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા

દર્દીઓને ફ્રૂટ પેકેટ આપતા રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ સરકારી હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી અને દર્દીઓને ફ્રૂટ પેકેટ વિતરણ કર્યું હતું તેમજ કોવિદ સેન્ટર અને તાત્કાલિક સારવાર વિભાગ ખાતે રૂબરૂ થઈ સારવાર અંગે સરકારી હોસ્પિટલ ની કામગીરી નિહાળી હતી

  ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ અચાનક મુલાકાત લીધી હતી જેમાં હિંદુ યુવક સંઘ ના પ્રમુખ હરકિશન ભાઈ માવાણી ઉદ્યોગપતિ વિપુલભાઈ ઠેસિયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણીઓ કિશોરભાઈ રાઠોડ પૂર્વ નગરપતિ કે.પી માવાણી ભાજપ ના યુવા અગ્રણી કેયુરભાઈ બારોટ મંત્રી ભરતભાઈ બગડા કૌશલ સોલંકી વિગેરે અગ્રણીઓ સાથે રહ્યા હતા આ સાથે ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વસેટીયન ડો. અંકિતા મેડમ સોલંકી બ્રધર  કેયુરભાઈ બારોટ વિગેરે એ મંત્રીનું સ્વાગત કર્યું હતું

 આ સમયે જયેશભાઇ રાદડિયાએ તેમની ટીમ સાથે તાત્કાલિક સારવાર વિભાગ opd વિભાગ તેમજ તેમજ દાખલ થયેલા દર્દીઓ ને ત્યાં રૂબરૂ પૂછપરછ માટે ગયા હતા અને દર્દીઓને ફ્રૂટ પેકેટ વિતરણ કર્યું હતું

આ સમયે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ સરકારી હોસ્પિટલની કામગીરીને બિરદાવી હતી અને વિનામૂલ્યે કોરોના ની સારવાર અપાઈ રહી છે અને વધુ વિશેષ જરૂરિયાત હોય તો હું રાજ્ય સરકારને આરોગ્ય વિભાગમાં જાણ કરીશ તે બાબતે પણ ડોક્ટરોની રજુઆત સાંભળી હતી

(6:54 pm IST)