સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

લોકડાઉન સમયે ૧૮ લાખથી વધુ જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી આંતરડી ઠારી

બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ટીમના અભૂતપૂર્વ કાર્યની નોંધ ભારતના સીમાડા વટાવી વિશ્વ લેવલે લેવાઈ : ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ના જયુરી સભ્યો દ્વારા ખાસ હાજર રહી ખાસ પ્રમાણપત્ર એનાયતઃ DIG અશોક કુમાર યાદવના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રની સંત પરંપરા મૂળ સૌરાષ્ટ્રના અધિકારીએ જાળવી ગુજરાત પોલીસનું ગૌરવ ટોચે

 રાજકોટ તા. ૨૮, સમગ્ર સૌરાષ્ટ્રના પોલીસ તંત્ર અને લોકોની છાતી ગર્વથી ફૂલે તેવી અનેરી સીધી બોટાદ જીલ્લા પોલીસ દ્વારા હાસલ થતાં રેન્જ વડા અશોક યાદવ અને ડીજીપી આશિષ ભાટિયા વિગેરે દ્વારા અભિનંદન આપી પીઠ થાબડવામા આવી છે. 

 લોકડાઉન સમયે બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ટીમ દ્વારા ૭૭ જેટલી દવા સંસ્થાઓની સેવાકીય સાંકળ રચી તમામને સાથે રાખી ૧૮ લાખથી વધુ જરૂરિયાતમંદ લોકો માટે ભોજન પૂરું પાડી આંતરડી ઠારવાનુ જે અભુતપૂર્વ આયોજન બદલ તેની નોધ લારજેસ્ટ ફૂડ સેવિંગ કેમ્પિયન તરીકે વર્લ્ડ રેકોર્ડસ તરીકે નોંધવામાં આવ્યો છે.

ગોલ્ડન બુક ઓફ વર્લ્ડસ રેકોર્ડના જયુરી સભ્યો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી સ્પેશિયલ પ્રમાણપત્ર જિલ્લા પોલીસ વડાને તાળીઓના ગડગડાટ વચ્ચે એનાયત કરેલ. 

  આમ સૌરાષ્ટ્રની ભૂખ્યાને ભોજન જેવી પૂજય જલારામ બાપા પૂજય રણછોડજી મહારાજ સહિતના સંતોની પરંપરાનું પાલન રેન્જ વડા અશોક કુમાર યાદવના માર્ગદર્શન હેઠળ મૂળ સૌરાષ્ટ્રના જ વતની એવા પોલીસ અધિકારી દ્વારા કરી અને પ્રતિષ્ઠત એવોર્ડ દ્વારા રાજય પોલીસ તંત્રનું ગૌરવ વધારેલ છે.

(2:50 pm IST)