સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

મોરબી ફોટોગ્રાફર એસોસિએશનના નવા હોદ્દેદારો

મોરબીઃ દરેક પ્રસંગ ની એક એક ક્ષણને ખાસ બનાવવા કેમેરામાં તસવીર કેદ કરવામાં આવતી હોય છે. આ તસવીર લેનાર દરેક ફોટોગ્રાફર એકજૂથ થઇ શકે તે માટે ફોટોગ્રાફર એસોસિએશન કાર્યરત છે. તે અંતર્ગત મોરબી ફોટોગ્રાફર્સ અસોસિએશનમાં નવા હોદેદારો ની નિમણૂંક કરવામાં આવી. આ કાર્યક્રમ મોરબીના રાજકોટ હાઈવે પર આવેલ કલબ ૩૬ નજીક આયોજન કરવામાં આવ્યું હતું અને હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે નિલેશભાઈ દેથરીયા, ઉપપ્રમુખ તરીકે વિનોદભાઈ અધારા,મંત્રી મેહુલભાઈ ભટાસના,સહમંત્રી પરેશભાઈ પટેલ અને એડવાઈઝર તરીકે રાકેશ કાવરની નિમણુંક કરવામાં આવી હતી.

(12:52 pm IST)