સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

ગોંડલમાં ચોરાઉ રીક્ષા સાથે અનિલ ઉર્ફે બાડીયા અને સન્નીને એલ.સી.બી.એ દબોચ્યા

રાજકોટ, તા. ર૮ :  ગો઼ડલના વોરાકોટડા રોડ પરથી એલ.સી.બી. એ બાતમીના આધારે દરોડો પાડી બે શખ્સોને ચોરાઉ રીક્ષા સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રેન્જ આઇ.જી. સંદિપસિંહ તથા રૂરલ એસ.પી. બલરામ મીણાની સુચનાથી એલ.સી.બી.ના પી.આઇ. એ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળથી એસ.આઇ.વી. એમ. કોલાદરા, હેડ કોન્સ મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી મહેશભાઇ જાની, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. મહિપાલસિંહ, જયેત્દ્રસિંહ અને અનીલભાઇને મળેલી બાતમીના આધારે ગોંડલના વોરાકોટડા રોડ પંચપીરની ધાર પાસેથી ચોરાઉ રીક્ષા સાથે અનીલ ઉર્ફે બાડીયો જેન્તીભાઇ સોલંકી (રહે. ગોંડલ વોરાકોટડા રોડ પંચપીરનીધાર), અને સન્ની રતીભાઇ સોલંકી (રહે. ગોંડલ વોરાકોટડા રોડ) ને પકડી લીધા હતા. બંનેની પુછપરછ કરતા બંનેએ આ રીક્ષા રાજકોટ સંતકબીર રોડ પરથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(12:50 pm IST)