સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

માછીમારોના પ્રશ્ને સરકાર સામે આંદોલનની વેરાવળમાં ચેતવણી

લાખો સાગરખેડુઓ જડબેસલાક બંદરો બંધ રાખી સરકાર સામે રોડ ઉપર આવશેઃ ગુજરાત ખારવા સમાજઃ ભાજપ સરકાર કંઇ કરવા માંગતી નથીઃ ગુજરાત ખારવા સમાજ ઉપપ્રમુખ ૩૪ હજાર કરોડ પેકેજોની જાહેરાતો કંઇ મળેલ નથીઃ ૧૯૯૮ પછી સૌથી ખરાબ હાલત છે સાગરખેડુઓને નોકરી કરવી પડશે બીજા આપણી ઉપર રાજ કરશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૮: ગુજરાત ખારવા સમાજના ૩પ થી વધારે બંદરોના પટેલો, હોડી, બોટ, પીલાણી એસો.પ્રમુખ તેમજ અનેક આગેવાનોની સાગરખેડુઓની અનેક સમસ્યાઓ કેન્દ્ર,રાજય સરકાર તરફથી અણખામણું વલણથી આ મીટીગમાં ભારે આક્રોશ સાથે એકી અવાજે નકકી કરાયેલ હતું કે જો સમસ્યાઓનો નિકાલ નહી આવે તો લાખો સાગરખેડુઓ દરેક બંદરોમાં બંધ રાખી સરકાર સામે બોટ, હોડીઓ સાથે રોડ ઉપર આવી ચકકાજામ કરશે.

ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાઈ, ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડાની અઘ્યક્ષતામાં વેરાવળ ખારવા સમાજની વંડીમાં સુરત, કચ્છ, ઓખા, દ્રારકા સહીત ૩પ થી વધારે નાના મોટા બંદરોના પટેલો હોડી, બોટ, પીલાણી એસો.ના પ્રમુખો અનેક આગેવાનો સાથે મીટીગનું આયોજન થયેલ હતું જેમાં પ્રેમજીભાઈ ખુદાઈ એ જણાવેલ હતું કે ગુજરાતમાં સૌથી મોટો દરીયા કિનારો હોય તેમ છતા કેન્દ્ર, રાજય દ્રારા કંઈ મળતું નથી અન્યય રાજયોમાં મકાનો બનાવવા માટે કરોડો રૂપીયા અપાય છે ત્યારે ગુજરાત માં એક રૂપીયાની પણ મદદ કરાતી નથી અનેક રાજયોમાં નાનો દરીયાકિનારો હોય છતા આર્થિક  રીતે સમૃઘ્ધ થયેલ છે સૌથી મોટો દરીયાકિનારો ગુજરાતમાં હોવા  છતાં કંઈ મળતું નથી સમાજનાજ અનેક લોકો સમાજ વિરૂઘ્ધ પ્રવૃતી કરે છે ચાપલુસી કરે છે લાલચુ છે સમાજને ભેગો થવા દેતો નથી રાજકીય નેતાઓ સમાજને અલગ થાય તે માટે હંમેશા કાર્યરત હોય છે.

ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા એ જણાવેલ હતું કે ર૦૧૧ થી અત્યાર સુધી માં ૩૪ હજાર કરોડ ના પેકેજો જાહેર કરેલ છે ગુજરાત નાદરીયા કિનારાના સાગરખેડુ માટે આઈ.ટી.આઈ,હોસ્પીટલો, પાકા મકાનો, સ્કુલો, કોલેજો, પાણીની વ્યવસ્થાની વાતો કરેલ પણ સાગર ખેડુઓને તેનો કોઈપણ લાભ મળેલ નથી ખોટા પેકેજો જાહેર કરે છે સરકાર ખાલી વાતો કરે છે ગમે તેટલી નુકશાની થાય તેમાં સાગરખેડુઓને કોઈપણ લાભ મળશે નહી તેવી અધિકારીઓ ખુલ્લેઆમ વાતો કરે છે ભાજપ સરકારે કંઈ કરવું નથી સમાજ એક સાથે વિરોધ કરતો નથી એક બીજાનો વિરોધ કરે છે પોતાના સ્વાર્થ માટે બધાને કામ કરવું છે સમાજને જુદો પાડે છે મુર્ખ બનાવે છે આવનારા દિવસો સૌથી ખરાબ આવશે માછીમારો નોકરી કરશે બીજા આપણી ઉપર  રાજ કરશે અબજો રૂપીયા સાગરખેડુ સરકાર ને કમાય ને આપે છેતેની સામે સરકાર કોઈ મદદ કરતી નથી ૮૦૦ કરોડ રૂપીયા સબસીડીના છે તે પણ ૧૦ વર્ષથી પાછા આપતા નથી બંદરોના પ્રશ્નોમાં સમાજ ભેગો થાય કોઈ વિરોધ ન કરે એકતા હશે તો રોજીરોટ બચશે તમામ સબસીડીઓ બે વર્ષથી બંધ છે દરેક બંદરો ઉપર સરકારે કોલ્ડસ્ટોરેજ બનાવવા જોઈએ બેકારી ના કારણે અનેક પરીવારો મુશ્કેલીમાં છે આપધાતો વધેલ છે ૧૯૯૮ પછી સૌથી ખરાબ હાલત આજે છે અનેક વખતે પ્રતિનીધી મંડળો મળવા ગયેલ છે કોઈ ઉકેલ આવેલ નથી.

ગુજરાત ખારવા સમાજના પ્રમુખ, બંદરોના પટેલો, આગેવાનો કેન્દ્ર સરકાર રાજય સરકારમાં મળવા જશે જો કોઈ ઉકેલ નહી આવે તો તમામ બંદરોમાં નાની મોટી હોડીઓ બોટો બંધ કરી લાખો સાગરખેડુતઓ સરકાર સામે પોતાની માંગ સાથે હોડી, બોટ લઈને રોડ ઉપર આવશે ચકકાજામ કરવામાં આવશે.

 ગુજરાત બોટ એસો.ના પ્રમુખ ગોપાલ ફોફંડી એ જણાવેલ કે પ૦ લાખની બોટનો કોઈ વિમો લેતું નથી જો કંઈ રજુઆત કરવામાં આવે તો બોટનું લાયસન્સ રદ થઈ જાય છે જે રીતે દીલ્લીમાં ખેડુતો સરકાર સામે આવેલ છે તે રીતે ગુજરાતના સાગરખેડુઓએ પણ બહાર નિકળવું પડશે.

જાફબરાબાદ,પોરબંદર,કચ્છ સહીત ના પટેલોએ રોષભેર જણાવેલ હતું કે ૩૦૦ લીટર કેરોસીન આવતું તે ૩પ લીટર આવે છે ૮૦ રૂપીયા ભાવ હોય ફકત રપ રૂપીયા સબસીડી મળે છે માચ્છી મારવાની જાળ લાખો રૂપીયામાં મળે છે તેમાં પણ નજીવી સબસીડી અપાય છે દરેક બંદરોમાં સમાજનો દબદબો હતો તે મુશ્કેલીમાં મુકાય ગયેલ છે કોઈ સાંભળતું નથી ખલાસીઓ દરીયામાં અકસ્માતે ડુબીને મૃત્યુ પામે છે તેના અનેક પુરાવાઓ અપાય છે પણ એક પણ પૈસો મળતો નથી કુદરતી આફતોમાં કરોડો રૂપીયા નુકશાની થાય છે પૈસા મળતા નથી કોઈ બંેક લોન આપતી નથી વિમો આપતા નથી સરકાર કોઈપણ મદદ કરતી નથી.

(12:48 pm IST)