સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

કોટડા સાંગાણીના અરડોઇ ગામે અવાવરૂ મકાનમાંથી દારૂ કબ્જે

કોટડા સાંગાણી તા. ર૮: પોલીસ અધીક્ષક બલરામ મીણાની સુચનાથી તેમજ પી. એ. ઝાલા ના. પો. અધી. ગોંડલ તેમજ એસ. એમ. જાડેજા, સર્કલ પો. ઇન્સ. ગોંડલના માર્ગદર્શન મુજબ પો. હેડ કોન્સ. એમ. બી. કટેશીયા, કોટડા સાંગાણીને બાતમી મળેલ કે અરડોઇ ગામનો યુવરાજ દિલીપભાઇ ડાંગર (કાઠી દરબાર) પોતાના ગામમાં મહેશભાઇ રવીશંકર પંડયાના અવાવરૂર મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ હોય જયાં રેઇડ કરી પકડી પાડી વ્હીસ્કી ૭પ૦ બોટલ નંગ ૧૮-ડી-૧૦૮૦૦, મેકડોવેલ ૭પ૦ બોટલ નંગ ૬ ડી. ૧૮૦૦ હિરો સ્પ્લેન્ડર મો.સા. ૩૦૦૦ કુલ મુદામાલ ૪ર૬૦૦ કબ્જે કરેલ છે. આરોપી ફરાર થઇ ગયો છે.આ કામગીરી વી. કે. ગોલપોટકર સબ ઇન્સપેકટર, મનોજભાઇ કટેસીયા, હિતેષભાઇ પરમાર, અલ્પેશભાઇ રાઠોડ, રવીરાજસીંહ જાડેજા, દિપકભાઇ પરમારે કરી હતી.

(11:37 am IST)