સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

કચ્છમાં વધુ ૨૬ નવા કેસ : લંડનથી આવેલા ૭૨ એનઆરઆઇ કચ્છી નેગેટીવ

ભુજ,તા. ૨૮:  શિયાળાની સિઝન દરમ્યાન કચ્છમાં એનઆરઆઈ કચ્છી માડુ ઓની અવરજવર રહે છે. જોકે, આ વર્ષે કોરોના ની અસર ના કારણે ભુજ ગણ્યા ગાંઠ્યા લોકો આવ્યા છે. પણ, બ્રિટનમાં હમણાં કોરોના ના નવા વાયરસ ના પગલે અહી આપણા દેશમાં આવનાર લંડનવાસીઓની આ અંગે પૂરતી આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. કચ્છમાં અત્યાર સુધી લંડનથી આવેલા ૭૨ એનઆરઆઈ કચ્છીઓની તપાસ થઈ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું છે. આ પૈકી ૧૨ ના રિપોર્ટ શંકાસ્પદ હતા પણ આરટીપીસીઆર ટેસ્ટ માં તેઓ પણ નેગેટિવ આવતાં અત્યાર સુધીના તમામ ૭૨ જણાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એટલે ચિંતાનું કોઈ કારણ નથી. કચ્છ જિલ્લા ની વાત કરીએ તો નવા ૨૬ કેસ સાથે કુલ ૩૯૨૪ દર્દીઓ નોંધાયા છે. જે પૈકી ૩૫૬૯ સ્વસ્થ થઈ ગયા છે. જયારે સરકારી ચોપડે ૮૧ ના મોત નીપજયા છે.

(11:34 am IST)