સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

આટકોટ પાસે ટાયર ફાટતા ટ્રક પલટી ખાઇ ગયો : સિમેન્ટ વેરવિખેર થઇ : એકટીવા ચાલકનું મોત

અકસ્માતની તસ્વીરોમાં મૃતક મનસુખભાઇની ફાઇલ તસ્વીર. (તસ્વીરો : કરસન બામટા, આટકોટ)

જસદણ - આટકોટ તા. ૨૮ : ખારચીયા પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રકનું ટાયર ફાટતા ટ્રક રોંગ સાઇડમાં પલટી ખાઇ ગયો હતો અને સિમેન્ટ વેરવિખેર થઇ ગઇ હતી. જેમાં વીરનગરના મનસુખભાઇ ગીગાભાઇ સાવલિયા ઉં.વ. ૫૩નું મોત થયું હતું.

જ્યારે તેમની સાથે જય તુલસીભાઇ સાવલિયા ગંભીર ઇજા થતા રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ઘટના સ્થળે આટકોટના પી.એસ.આઇ. કે.પી.મેતા તેમજ વીરનગરના પરેશભાઇ રાદડિયા સહિતના લોકો દોડી ગયા હતા.

સિમેન્ટ ભરેલો ટ્રક ગોંડલથી આટકોટ તરફ આવી રહ્યો હતો. એકટીવા બાઇક ચાલક મનસુખભાઇ દડવા તરફ જઇ રહ્યા હતા સામેથી આવતા સીમેન્ટ ભરેલ ટ્રકનું અચાનક ટાયર ફાટતા ડ્રાઇવરે કાબુ ગુમાવતા એકટીવા ચાલકને હડફેટે લીધેલ.

(11:31 am IST)