ઘરમાં ઘૂસી બાઇક ઉપર ઉઠાવી જઇ ચોટીલાની સગીરા ઉપર દુષ્કર્મ
વઢવાણ,તા. ૨૮: સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સગીરા સહિત યુવતીઓ પર દુષ્કર્મ અને અપહરણના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચોટીલા શહેરી વિસ્તારમાં રહેતી સગીરાના ઘરમાં ઘુસી બે શખ્સોએ બળજબરીપૂર્વક સગીરાને બાઈક પર લઈ જઈ દુષ્કર્મ તેમજ અપહરણ અંગે ચોટીલા પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવા પામી હતી.
મળતી માહિતી મુજબ ચોટીલા શહેરના પાળીયાદ રોડ પર રહેતી અંદાજે ૧૪ વર્ષની સગીર યુવતીના ઘરમાં મોડી રાત્રે બે શખ્સોએ ઘુસી સગીરાને બાઈક પર વાડીએ લઈ જઈ બે શખ્સો પૈકી એક શખ્સે દુષ્કર્મ આચર્યું હતું અને અન્ય શખ્સે મદદગારી કરી હતી. જે અંગે ભોગ બનનાર સગીરાના પરિવારજને ચોટીલા પોલીસ મથકે વિજય કાળુભાઈ તેમજ મહેશભાઈ સામે દુષ્કર્મ તેમજ અપહરણની ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ ચોટીલા પોલીસ ચલાવી રહી છે.