સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

મોરબીમાં શ્રમિકોના બાળકોને શિક્ષણ

મોરબી :  લીઓલી ફેકટરીના સંચાલક હિતેશભાઈ દેત્રોજા તથા મનીષભાઈ ગડારાએ શ્રમિકોના બાળકોના શિક્ષણ માટે સુંદર વ્યવસ્થા કરી છે ફેકટરીમાં કામ કરતા ૩૫૦ જેટલા શ્રમિકોના ૬૦ બાળકો કોરોના કાળમાં શિક્ષણથી વંચિત હતા જેથી બંને ઉદ્યોગકારોએ એક કલાસ રૂમ બનાવી બે શિક્ષિકા બહેનોને નોકરીએ રાખી અને બે વિભાગમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ૩૦-૩૦ બાળકોને ભણતર અપાવવાનું ચાલુ કર્યું. મોટાભાગના બાળકો પરપ્રાંતિય હોવાથી તેમને ભાષામાં તકલીફ પડતી હતી. પરંતુ હવે પ્રેકિટકલ શિક્ષણ દ્વારા એ સમસ્યા પણ હલ થઈ ગઈ છે. હાલમાં તેમને હિંદી, ગુજરાતી, અંગ્રેજી, ગણિત જેવા વિષયોનું શિક્ષણ અપાય છે. સાથે ટીચિંગ લર્નિંગ મોડ્યુલ અને રમત-ગમત દ્વારા પણ ભણાવાય છે. ગરીબ બાળકો પાસે ઓનલાઇન ભણી શકાય તે માટે સ્માર્ટ ફોન પણ કયાંથી હોય? આ ઉદ્યોગપતિઓએ તેની પણ ચિંતા કરી અને બાળકોનું આરોગ્ય ન જોખમાય તે માટે કોરોના ટેસ્ટ કરીને અને તેમનું ભણતર ચાલુ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અભ્યાસ કરતા બાળકોની તસ્વીર. (તસ્વીર : પ્રવીણ દ્વારા મોરબી)

(11:29 am IST)