સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

રાણાવાવમાં દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

(પરેશ પારેખ-વિનુ જોશી દ્વારા) પોરબંદર-જુનાગઢ, તા. ર૮ : દારૂના ગુન્હામાં નાસ્તો ફરતો રાણાવાવ ગુન્હામાં નાસ્તો ફરતો રાણાવાવ ફલઝર નેસમાં રહેતા કરશન જસા મોરી (ઉ.વ.૩ર)ને પોરબંદર એલસીબીએ ગંડીયાવાળા નેસમાંથી પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવરનું આયોજન કરેલ હોય જે અન્વયે એન.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન જમાદાર બટુકભાઇ વિંઝુડાને મળેલ ચોક્કસ હકીકત આધારે રાણાવાવ પો.સ્ટે. સ્ટે. ગુ.ર.નં. માર્ટ પ્રોહી કલમ-૬૬(૧) બી ૬પ-ઇ- ૮૧, ૯૮(ર) મુજબના ગુન્હાના કામોનો નાસતો ફરતો આરોપી કરશન જેસા મોરી ઉ.વ.૩ર) રહે. ફુલઝળ નેસ, તા. રાણાવાવવાળાને ગંડીયાવાળા નેસ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે. સોંપી આપેલ છે.

આ કામગીરી કરનાર પોરબંદરના એલસીબી એએસઆઇ રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, હેડ કોન્સ્ટેબલ રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, કોન્સ્ટેબલ વિજયભાઇ જોષી, દિલીપભાઇ મોઢવાડીયા, કરશનભાઇ મોડેદરા, લીલાભાઇ દાસા રોકાયેલ હતાં.

(11:28 am IST)