સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

જોડિયા શ્રી ગીતા વિદ્યાલયમાં કોરોનાના કારણે સાદાઇથી ગીતા જયંતીની ઉજવણી

(હિતેષ રાચ્છ દ્વારા) જોડીયા, તા. ર૬ : જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ શ્રી રામ કૃષ્ણ સાધના ટ્રસ્ટ્ર , શ્રી ગીતા વિધાલયમાં પૂજય શ્રી વિરાગમુનિજીની પાવન ભૂમિમાં જયાં પ્રતિ વર્ષથી પરમ પૂજય શ્રી મોરારીબાપુના પાવન સાનિધ્યમાં શ્રી ગીતા જયંતી મહોત્સવની ઉજવણી થાય છે , પરંતુ આ વરસે કોરોનાની મહામારી હોય કોઈ જાહેર કાર્યક્રમ રાખેલ નહોતો, પરંતુ સંસ્થાની પરંપરાઅનુસાર સાદાયથી શ્રી ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવેલ હતી ,આ દિવ્ય પાવન પર્વે સવારના સૌ સાધક ભાવિક ભકતજનો દ્વારા સામુહિકમાં  હોમાત્મક યજ્ઞ યોજાયેલ તેમજ શ્રી ગીતા વિધાલયના ટ્રસ્ટી શ્રી વિનુભાઈ ચંદારાણા , શ્રી વિનાભાઇ કાનાણી , શાસ્ત્રીજી શ્રી ઉદયભાઈ , તેમજ શ્રી ગીતા વિધાલય પરિવારના સાધક ભાવિક ભકતજનોએ સત્સંગહોલમાં બિરાજમાન શ્રી રાધા કૃષ્ણ ભગવાન, તેમજ દેવી દેવતાંવોની બિરાજમાન મૂર્તિનું પૂજન અર્ચન વિધિ કરેલ ત્યારબાદ પૂજય શ્રી વિરાગમુનિજીના મંદિરે પૂજય શ્રી વિરાગમુનિજીનું પૂજન કરેલ હતું આ ઉપરાંત શ્રી ગીતાજીના પાઠ , સ્વાધ્યાય , સંકીર્તન , વગેરે શ્રી વિનુભાઈ ચંદારાણા , શેલેષ ઝાલા , ચેતન જાની , ભતુભા નકુમ , તેજસ ભીમાણી , તેમજ શ્રી ગીતા વિધાલયના સહુ બાળકો , સાધક ભાવિક ભકતજનોએ ભાવપૂર્વક ભકિતમયના દિવ્ય વાતાવરણમાં સત્સંગહોલમાં કરેલ હતા , માનસ મંદિરમાં પણ પૂજન કરવામાં આવેલ હતું , ભકિતમયના દિવ્ય માહોલમાં સાદાયથી ઉજવણી કરવામાં આવેલ હતી, તેમજ પૂજય શ્રી મોરારીબાપુ એ રામકથા જયાં ચાલુ છે ત્યાં પણ પૂજય બાપુએ કહેલ આજે શ્રી ગીતા જયંતીના પર્વ છે, હુ જોડિયાધામમાં શ્રી ગીતા વિધાલયમાં છેલ્લા બેતાલીસ વર્ષથી કોઈપણ સંજોગમાં અચૂક જોડિયાધામમાં શ્રી ગીતા જયંતીના પર્વે જાવું છું ,,, જે સંસ્થાના બ્રહ્મલીન પૂજય શ્રી વિરાગમુનિજીની ચેતનામાં દ્યણા વર્ષથી ગીતા જયંતી ઉજવાય છે, પૂજય શ્રી વિરાગમુનિજી તો દ્યણા વર્ષથી ચાલ્યા ગયા છે, તેમજ આ સંસ્થાના અધ્યક્ષ શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજી પણ કોરોનાના સમયમાં ચાલ્યા ગયા,એક લાભુદાદા છે, પરંતુ બને વિના તેમજ ગીતા વિધાલયના પરિવારજનો શાસ્ત્રીજી ઉદયભાઈ વગેરે આજે સ્વાધ્યાય , ગીતા પાઠ , હોમાત્મક યજ્ઞ , વગેરે કરેલ છે ,આજે મારા સાથે જે સંગીતની ટિમ જે કીર્તિ , હકો , પકંજ આ બધા જોડિયા ગીતા વિધાલય પરિવારના જ છે ,, શ્રી યોગેશભાઈ શાસ્ત્રી એક વાર જોડિયા બોલ્યા હતા કે જો કોઈ ગ્રથની ઉજવણી થતી હોય તો એ ગીતાના ગ્રથની જ છે , છેલ્લે પૂજય શ્રી મોરારીબાપુ એ કહેલ વધાય હૌ ગીતા જયંતીની ,,, વધાય હૌ,પૂજય મોરારીબાપુ એ કથા પણ જોડિયાધામના શ્રી ગીતા જયંતી પર્વની ઉજવણી જણાવેલ, જોડિયાધામ ખાતે શ્રી ગીતા જયંતીના પાવન પર્વે હોમાત્મક યજ્ઞ , ગીતાજીના પાઠ , સત્સંગ હોલમાં પૂજન , તેમજ પૂજય શ્રી વિરાગમુનિજીનું પૂજન કરતા શ્રી ગીતા વિધાલય પરિવારના સાધક ભાવિક ભકતજનો નજરે પડે છે.

(11:08 am IST)