સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th December 2020

મોરબી ખાટકીવાસ બઘડાટી અને મર્ડર પ્રકરણમાં વધુ બે આરોપી ઝડપાયા

ઝડપાયેલ આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરાશે : બઘડાટીમાં વપરાયેલ હથિયાર કબ્જે લેવા પોલીસની કવાયત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૮:ખાટકીવાસ વિસ્તારમાં બઘડાટી અને ડબલ મર્ડર પ્રકરણમાં ધરપકડનો સિલસિલો સતત ચાલુ છે અગાઉ ૧૨ આરોપીને ઝડપી લેવાયા બાદ વધુ બે આરોપીને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

મોરબીના ખાટકીવાસમાં બઘડાટી બોલી ગયા બાદ બંને પક્ષે એક એક યુવાનના મોત થયા હતા જે બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં અગાઉ ૧૨ આરોપીને ઝડપી લઈને પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે તો ધરપકડ સતત ચાલુ છે જેમાં વધુ બે આરોપીને ઝડપી લેવાયા છે બઘડાટી પ્રકરણમાં શનિવારે રાત્રીના ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબ ચાનિયાની ધરપકડ કરવામાં આવી હતી તો રઉફ રફીકભાઈ માંડલિયાને પણ પોલીસે ઝડપી લીધો છે અને કોવીડ ટેસ્ટ રીપોર્ટ આવ્યા બાદ તેની વિધિવત ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરાશે તો બઘડાટી પ્રકરણમાં હથિયારો કબજે લેવાના બાકી હોય જે દિશામાં પણ પોલીસે વધુ તપાસ ચલાવી છે.

(10:20 am IST)