News of Tuesday, 20th November 2018
પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને પે્રમિકાના કાકાએ પાઇપથી ધોકાવ્યો
વિસાવદરના મુંડીયા રાવણી ગામે ચકચાર
જૂનાગઢ, તા.૨૦: શહેરનાં સણોસરના કોળી જયસુખ રણછોડભાઇ ડાભી (ઉ.વ.૧૮) નામનાં યુવાનને વિસાવદર તાલુકાના મુંડીયા રાવણીથી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય આથી ગઇકાલે પ્રેમિકાને મળવા તેના ગામે પહોંચ્યો હતો.
આ અંગેની જાણ પ્રેમિકાના પિતા ગોબર પટેલને થઇ જતાં તેણે જયસુખ ઉપર પાઇપ વડે હુમલો કરીને ઇજા પહોંચાડી હતી.
વિસાવદર પોલીસે યુવાનની ફરીયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(1:42 pm IST)