પુત્રીના લગ્નમાં મહેમાનોને પીવડાવવા સુરેન્દ્રનગરથી ભાવનગર દારૂ લઇ જતો ૧૮ બોટલ સાથે પિતા પકડાયો
વઢવાણ તા. ૨૦ : સુરેન્દ્રનગર રેલવે પીએસઆઇ સહિતનાઓ બપોરે રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. આ સમયે પ્લેટફોર્મ નંબર ૧ના છેડા પાસે એક શખ્સ હાથમાં બે થેલા લઇ શંકાસ્પદ હાલતમાં પસાર થતો ધ્યાને આવ્યો હતો. આથી તપાસ કરતા ભાવનગરના શકુરશેઠના ડેલામાં રહેતો ૪૯ વર્ષીય સુરેશભાઇ પોપટભાઇ રાઠોડ પાસેથી વિદેશી દારૂની ૧૮ બોટલ કિંમત રૂપિયા ૭૨૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પીએસઆઇ એમ.ડી.ગોહીલ સહીતનાઓએ તપાસ કરતા આ શખ્સે જાન્યુઆરી માસમાં દિકરીના લગ્ન હોઇ મહેમાનોને પીવડાવવા માટે સુરેન્દ્રનગરના એક શખ્સ પાસેથી દારૂ ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ કોર્ટે તેને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.ઙ્ગ
લગ્ન પ્રસંગમાં દારૂ પીવડાવવો એક શોખ બની ગયો છે. ત્યારે લગ્નમાં આવનારા મહેમાનો માટે દારૂ લઇ જતાં યુવતીના પિતાને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો. જોકે, જિલ્લામાં દારૂની બદી ઘર કરી ગઇ છે. દારૂની મોટાપાયે હેરાફેરી થતી હોય છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.