સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th November 2018

ઉનાના સેંજલીયામાં ૨૫ દિ' પહેલા બાઇક સ્‍લીપ થતાં ઘવાયેલા કોળી યુવાનનું મોત

પાંચ વર્ષના પુત્રને વાળ કપાવવા લઇ જતો'તો ત્‍યારે અકસ્‍માત નડયો'તો

રાજકોટ તા. ૨૦: ઉના તાબેના સેંજલીયા ગામે રહેતો જીકાભાઇ રાજાભાઇ વંશ (ઉ.૨૩) નામનો કોળી યુવાન પચ્‍ચીસેક દિવસ પહેલા પોતાના પાંચ વર્ષના પુત્ર આયુષને બાઇકમાં બેસાડી દેલવાડા વાળ કપાવવા લઇ જતો હતો ત્‍યારે દેલવાડા નજીક બાઇક સ્‍લીપ થઇ જતાં તેને ગંભીર ઇજા થઇ હતી. પુત્રનો ચમત્‍કારીક બચાવ થયો હતો.  જીકાભાઇને જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેનું મોડી રાત્રે મોત નિપજ્‍યું છે.

મૃત્‍યુ પામનાર જીકાભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને છુટક મજૂરી કરતો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. એ-ડિવીઝન પોલીસે કાગળો કરી ઉના પોલીસને જાણ કરી હતી.

(12:15 pm IST)