સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th November 2018

હાય કળયુગ : ફકત ૧૦ વર્ષની બાળકીની છેડછાડ : ચુડામાં ચકચાર

વઢવાણ તા. ૨૦ : ચુડા તાલુકાના વનાળામાં અગાઉ થયેલા પ્રેમ લગ્નની દાઝ રાખી પ્રેમ લગ્ન કરનારના પરિવારની ૧૦ વર્ષની દીકરીના ચેનચાળા કરી અપશબ્‍દો બોલી અપમાનિત કરનાર શખ્‍સ સામે ચુડા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.ᅠ

વનાળામાં રહેતા પરિવારની દિકરીએ થોડા સમય પહેલા પરિવારની મંજૂરી વગર ગામના જ યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ બનાવનું મનદુઃખ રાખી ૧૦ વર્ષની દીકરીની છેડછાડ, અડપલા અને સતામણી કરાઇ હતી. જે બાબતે સમજાવવા ગયેલ પરિવારને પણ અપશબ્‍દો કહી અપમાનિત કરાયા હતા. આથી ચુડા પોલીસ મથકે દેવજીભાઈ પાદરીયા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.ᅠ

(12:14 pm IST)