સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th November 2018

ભાવનગરમાં લૂંટના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયા

ભાવનગર તા. ૨૦ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ વાહન ચોરી નાં ગુન્હાઓ શોધી કાઢવા અંગે ખા.વા. માં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેવમોર ચોકમાં આવતાં હેડ કોન્સ. એમ.પી.ગોહિલને બાતમીરાહે હકીકત મળેલ કે, નજીરખાન મુરાદખાન તેનાં બે મિત્રો રહે.ત્રણેય કુંભારવાડા, નારી રોડ, ભાવનગર વાળાઓ ત્રણેય જણાં હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા.રજી.નં. GJ-04-BN ૩૨૦૨માં ગંગાજળીયા તળાવ, ગંગા દેરી પાછળ,વિટકોસ બસ સ્ટેન્ડનાં બાંકડા પાસે આવીને ઉભા છે.આ ત્રણેય જણાં પાસે પૈસા તથા મોબાઇલો છે.જે તેઓએ ચોરી અથવા તો બીજી કોઇ રીતે લીધેલ હોય તેવું જણાય છે.આ ત્રણેયાં આ પૈસાથી કપડાં તથા બીજી ચીજવસ્તુઓ ખરીદવા બજારમાં જવાનાં છે. જે હકિકત આધારે (૧) નજીરખાન મુરાદખાન બ્લોચ ઉ.વ.૩૩ રહે.મફતનગર, મામાની દેરી, ભાવનગરવાળાપાસેથી રોકડ રૂ.૧૭,૦૦૦ (૧) એમઆઇ કંપનીનો મોબાઇલ-૧ કિ.રૂ.૧૩,૦૦૦ (૨) નોકિયા કંપનીનો મોબાઇલ-૧ કિ.રૂ.૫૦૦ તથા કાળા કલરનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. રજી.નં.GJ-04-BN ૩૨૦૨ કિ.રૂ. ૩૦,૦૦૦ (૨) વાહિદ અકબરભાઇ ચૌહાણ ઉ.વ.૧૯ રહે.રૂમ નં.૪૨૪ની સામે, ગુ.હા. બોર્ડ,નારી રોડ, કુંભારવાડા, પાસેથી વીવો કંપનીનો મોબાઇલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦ તથા રોકડ રૂ.૮,૦૦૦  (૩) તૌફિક રફિકભાઇ જુણેજા ઉ.વ.૨૦ રહે.કવાટર્સ નં.૪૮૫,કાશ્મીરી કવાટર્સ,નારી રોડ, કુંભારવાડા, પાસેથી સેમસંગ કંપનીનો મોબાઇલ-૧ કિ.રૂ.૯,૦૦૦ તથા રોકડા રૂ.૨૨,૫૦૦ મળી કુલ રૂ.૧,૧૦,૦૦૦નો મુદ્દામાલ મળી આવેલ.

મજકુર ઇસમોની પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત રોકડ રૂપિયા ગઇ તા.૧૧-૧૨/૧૧/૨૦૧૮નાં રોજ રાત્રીનાં સમયે લાકડિયા પુલથી મોતીતળાવ જવાનાં પાકા નવા રોડ ઉપર મોગલમાંનાં મંદિર નજીકથી ટ્રક ડ્રાયવરને ઉભો રાખી લુંટ કરેલ હોવાનું જણાવેલ.જે ટ્રક ડ્રાયવર તૌફિક રફિકભાઇ જુણેજાનાં કહેવા પ્રમાણે ઉપરોકત લુંટ કરેલ હોવાની કબુલાત કરેલ.

આ અંગે મેહુલભાઇ સાજણભાઇ ચોહલા રહે.કાળીયાબીડ, તેઓ તથા સાહેદ હિતેશભાઇ પેથાપુર ગામેથી ગઇ તા.૧૧-૧૨/૧૧/ ૨૦૧૮નાં આવતાં હતાં.ત્યારે મોતીતળાવ સ્મશાન પાસે મોગલમાતાનાં મંદીર નજીકથી અજાણ્યા બે માણસોએ ટ્રક ઉભો રખાવી તેઓને નીચે ઉતારી ગળે છરી રાખી રોકડ રૂ.૭૦,૦૦૦ મોબાઇલ-૧ કિ.રૂ.૧૩,૦૦૦ તથા સાહેદ હિતેશભાઇનો મોબાઇલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ.૯૩,૦૦૦ ની લુંટ કરી તેઓ લઇ આવેલ મો.સા. લઇ ભાગી ગયેલ હોવાની ફરિયાદ ગઇ તા.૧૫/૧૧/૨૦૧૮નાં રોજ દાખલ કરાવેલ.

આમ,વણશોધાયેલ લુંટનો ગુન્હો શોધી મુદ્દામાલ સહિત કુલ રૂ.૧,૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.

ંઆ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, રાકેશભાઇ ગોહેલ,મહિપાલસિંહ ગોહિલ, ચંદ્દસિંહ વાળા, અરવિંદભાઇ પરમાર, શકિતસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા,સત્યજીતસિંહ ગોહિલ,મીનાજભાઇ ગોરી, જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(12:07 pm IST)