સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th November 2018

ગારીયાધારના પરવાડી ગામે તુલસી વિવાહ ૧૦૧ સમુહ લગ્નોત્સવ રંગેચંગે સંપન્ન

હિંદવાગ્રુપ સહિતના દાતાઓએ સમુલગ્નની દિકરીઓ પર કૃપા વરસાવી

ગારીયાધાર તા. ૨૦: ગારીયાધાર તાલુકાના પરવડી ગામે ઠાકરજી અને તુલસી મા ના પવિત્ર  લગ્ન સાથે જ ૧૦૧ સર્વજ્ઞાતિના લગ્નોત્સવ આજે યોજાયા હતા. જેમા દિકરીઓને કરીયાવરમાં મોટા મને દાતાઓની સવરણી વરસી પડી હતી.

આજે યોજાયેલા લગ્નોત્સવમાં ૧૦૧ સર્વજ્ઞાતિનની દિકરીઓને પરવડી ખેની પરિવાર  જેવા દાતાઓ દ્વારા દિકરીઓને કરિયાવરની સરવણી કરી હતી. આ સમુહલગ્નોત્સવમાં હડમતીયાના પુ.કાળુબાપુની પ્રેરણાથી  યોજાયો હતો. જેમા પ્રવિણભાઇ એમ.ખેની હિંદવા ગ્રુપ ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, માવજીભાઇ ખેની, ગુજરાત જનચેતના પાર્ટીના મનુભાઇ ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત કેશુભાઇ નાકરાણી અને મનુભાઇ ચાવડા પ્રાસંગિક પ્રવચન આપવામા આવ્યુ હતું.

(11:40 am IST)