સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th November 2018

વેરાવળ-પાટણ શહેર યુવા ભાજપનાં પ્રમુખપદે મૌલિકભાઇની વરણી

પ્રભાસ પાટણ તા.ર૦: વેરાવળ-પાટણ શહેરનાં યુવા ભાજપનાં પ્રમુખપદે પ્રભાસ પાટણનાં યુવા અગ્રણી મૌલિકભાઇ સુભાષચંન્દ્ર વૈયાટાની સર્વસંમતીથી ગીર-સોમનાથ જીલ્લાના પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, ઝોન મહામંત્રી માનસિંહભાઇ પરમાર તથા જિલ્લા યુવા મોરચાનાં પ્રમુખ વિશાલભાઇ વોરા સાથે પરામર્શ કરી અને વેરાવળ શહેર યુવા મોરચાનાં પ્રમુખપદે નિમણુંક કરેલ છે.

તેમજ મહામંત્રીપદે હરેશભાઇ હમીરભાઇ ધોળીયા અને ઉપપ્રમુખપદે ભાવીનભાઇ બાલાભાઇ શામળાની નિમણુંક કરવામાં આવેલ છે.

મૌલીકભાઇની આ વરણીને ભાજપ પરીવાર તેમજ પ્રભાસ પાટણ સોમનાથનાં તેમનાં ચાહક વર્ગ દ્વારા અભિનંદનની વર્ષાઓ થઇ રહેલ છે.

(11:39 am IST)