સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th November 2018

ધોરાજી ઘોડીપાસાના બુટલેગરનો જુગારનો અખાડો પકડી પાડતી જેતપુર પોલીસ

ધોરાજી, તા.૨૦: રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચનાથી જેતપુર Dy.s.p શ્રી જે.એમ.ભરવાડ સાહેબ માર્ગદર્શન હેઠળ આજરોજ ધોરાજી પો.ઈન્સ. શ્રી એમ.વી.ઝાલા સાહેબ, PC નારણભાઈ પંપાણીયા, બાપાલાલ ચુડાસમા, પ્રવીણભાઈ ચાવડા, વિશાલાભાઈ સોનારા એમ બધા જેતપુર ડીવી.વિસ્તાર માં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન PC નારણભાઈ પંપાણીયા મળેલ હકિકત આધારે પોલીસનાં અધિકારી ઘનશ્યામ સિંહ જાડેજા , અનિરૂદ્ઘ સિંહ ઝાલા, લાલજી ભાઈ જાબુકીયા , અશોકભાઈ મણવર તથા પોલીસ સ્ટાફ ધોરાજી બહારપુરા વિસ્તારમાં રહેતો મુખ્તાર નુરમામદ કારવા પોતાના રહેણાક મકાને બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જુગારનો અખાડોમાં રેઈડ કરતા કુલ.૧૧ ઈસમોને કુલ રોકડ રૂ.૫૫૪૫૦ મો.સા.૯ મળી કુલ મુદામાલ રૂ.૮૧,૪૫૦ સાથે પકડી આગળની કાર્યવાહી કરવા કરેલ.

(11:33 am IST)