ભાવનગરના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હૃદયરોગનો હુમલો
તાબડતોબ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા : લોકોને ચિંતા ન કરવા વિડીયો મેસેજ કર્યો
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮: ભાવનગર ગ્રામ્ય વિધાનસભાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હૃદય રોગનો હુમલો આવતા તેઓને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ છે. જયાં તેઓને સ્ટેન્ડ મૂકવામાં આવેલ હોવાનું કોંગ્રેસના વર્તુળોએ જણાવ્યું છે. કોંગ્રેસના ઉમેદવારને હોસ્પિટલાઈઝ કર્યાની જાણ થતા જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ તેઓના ખબર અંતર પૂછ્યા હતા.ઉલ્લેખનીય છે કે ભાવનગર ગ્રામ્ય ની બેઠક પર કોંગ્રેસના રેવતસિંહ ગોહિલᅠ સામે ભાજપના પરષોત્તમભાઈ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે.
દરમિયાન હોસ્પિટલમાં દાખલ કરેલ કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલે એક વિડીયો જાહેર કરી લોકોને ચિંતા નહીં કરવા અને તેઓ વહેલી તકે લોકોની વચ્ચે આવશે તેમ જણાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર યુધ્ધ થઇ રહ્યું છે અને રાજકીય પક્ષોના ઉમેદવારો સતત દોડધામ કરી રહ્યા છે.