સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 28th November 2021

કચ્છના કુનરિયા ગામની 11 મહિલાઓ સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ:લગાન ફિલ્મ પરથી બની વુમન ઇલેવન

ઘર આંગેણે ઉત્પાદન અને વેચાણ શરૂ કરી આત્મનિર્ભર બનવાની સિદ્ધિ મેળવી.

કચ્છના કુનરિયા ગામની ગામની 11 મહિલાઓએ ગામના લોકોને જે જીવન જરૂરી વસ્તુઓની જરૂર પડતી હતી તેનું ઘર આંગણે ઉત્પાદન અને વેચાણ શરૂ કરી આત્મનિર્ભર બનવાની સિદ્ધિ મેળવી છે  કચ્છની આ મહિલાઓ જેમને પોતાની કામગીરી બદલ વુમન-ઈલેવનના નામે ઓળખવામાં આવે છે.. કારણ કે, આ વૂમન-ઈલેવનની ટીમ પોતાના દમ પર આત્મનિર્ભર બની છે

એક ફિલ્મ કોઈ માટે પ્રેરણા બની જાય અને માણસના જીવનમાં પ્રગતિની સાથે-સાથે પરિવર્તન લાવે તેવું નહીં જ જોયું હોય.. તો આજે ભૂજના કુનરીયા ગામની વુમન-11 એ જે સિદ્ધિ હાંસિલ કરી તે સૌથી હટકે છે. કારણ કે, આ ગામની મહિલાઓએ કોરોના કાળમાં પડેલી મુશ્કેલીઓને જોતા પોતાના પગ પર ઊભા થવાનો નિર્ધાર કર્યો.. અને તેમણે પોતાના કુનરિયા ગામમાં બનેલ બોલિવૂડની ફિલ્મ લગાનને પોતાની પ્રેરણા બનાવી આ ગામમાં જ લગાન ફિલ્મ બની હતી. અને તેમાં ગામના જ યુવાનોએ 11 લોકોની ટીમ બનાવીને અંગ્રેજોને ક્રિકેટમાં હરાવ્યા હતા. આવી જ રીતે આ ગામની 11 મહિલાઓએ પણ પોતાની ટીમ બનાવી. અને ગામના લોકોને જે જીવન જરૂરી વસ્તુઓની જરૂર પડતી હતી તેનું ઘર આંગેણે ઉત્પાદન અને વેચાણ શરૂ કરી આત્મનિર્ભર બનવાની સિદ્ધિ મેળવી.

મહિલાઓએ લોકોના ઘરમાં અને ગૃહિણીઓને જે વસ્તુની જરૂરિયાત પડે છે તેવી તમામ વસ્તુઓને ઘર આંગણે  જ બનાવી, પોતાનો ગૃહ ઉદ્યોગ બનાવ્યો. ગામમાં જ સ્ટોલ શરૂ કર્યો.. જેથી કરીને ગામના લોકોને જીવન-જરૂરી વસ્તુ માટે શહેર ન જવું પડે.. જોકે અહીં મહિલાઓની શરૂઆતને ગામલોકોએ પણ આવકારી અને તેમને આ કાર્યમાં આગળ વધવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.. એટલું જ નહીં આ વુમન-11ને સફળતા મળતા જ હવે આ ટીમ ગામની અન્ય મહિલાઓને પણ પોતાના ગૃહ ઉદ્યોગમાં જોડી તેમને પણ પગભર બનાવવા માગે છે.. એટલે કે, આ ગામની મહિલાઓએ સૌનો સાથ-સૌનો વિકાસ મંત્રને પણ પોતાના જીવનનો એક ગોલ બનાવી લીધો છે.

 

આત્મનિર્ભર ભારત. પ્રધાનમંત્રી મોદીનો આ મંત્ર એવું લાગે છે કે, દેશના લોકો માટે જીવનમાં નવા પરિવર્તનનો મંત્ર બની ગયો છે.અને કુનરિયા  ગામની મહિલાઓની આ સિદ્ધિએ તો આ મંત્રને જાણે સાર્થક જ બનાવી દીધો છે. ત્યારે આશા રાખીએ કે,આ ઘટનામાંથી સકારાત્મક પ્રેરણા લઇ  અનેક મહિલાઓ પોતાની અંદર છુપાયેલી આવડતને બહાર લાવશે.અને આ રીતે જીવનમાં સફળતાની દીશામાં આગળ વધશે..

(11:15 pm IST)