ટંકારા પંથકમાં બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનાં કૃત્ય પ્રકરણનો ૪ કિશોરો સામે પોલીસ કાર્યવાહી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૮ : ટંકારા પંથકમાં ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં ચાર કિશોરોએ એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય આચર્યું હતું જોકે બનાવ બે માસ પૂર્વે બન્યો હતો જે અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ ભોગ બનનારના પિતા સુધી પહોંચ્યો હતો અને પિતા પોલીસ મથકે પહોંચતા પોલીસે ચારેય કિશોરો વિરુદ્ઘ ગુન્હો નોંધી ધોરણસરની તપાસ ચલાવી છે
ચકચારી બનાવની મળતી માહિતી મુજબ ટંકારાના ગ્રામ્ય પંથકમાં રહેતા બાળક સાથે બે માસ પૂર્વે સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય આચરવામાં આવ્યું હતું જેમાં ૧૨ થી ૧૫ વર્ષની વયના ચાર કિશોરોએ સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય આચર્યું હતું અને આ બનાવનો વિડીયો મોબાઈલમાં બનાવ્યો હોય અને સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો જે વિડીયો ભોગ બનનાર બાળકના પિતા સુધી પહોંચતા ભાંડો ફૂટ્યો હતો અને ભોગ બનનારના પિતા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી
જેમાં ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ૨ માસ પૂર્વે ત્રણ કિશોરોએ તેના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય આચર્યું હતું તેમજ એક કિશોરે તેનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો જે બનાવ અંગે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે ચારેય કિશોરો વિરુદ્ઘ કલમ ૩૭૭, ૩૩૪, ૧૪૪, પોસ્કો એકટ ૬, ૧૦, આઈટી એકટ ૬૬ (બી) મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.