સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

જસદણના જસાપરમાં ઝેર પી લેનારા દિનેશ માવીએ દમ તોડ્યો

વતનમાંથી છોકરી ભગાડી લાવ્યો'તો તેને તેનો પરિવાર પરત લઇ જતાં પગલુ ભર્યાની શકયતા

રાજકોટ તા. ૨૮: પડધરીમાં દેવકરણભાઇની વાડીમાં પરિવાર સાથે રહેતાં મુળ એમપીના દિનેશ વિરૂભાઇ માવી (ઉ.વ.૨૨) નામના યુવાને જસદણના જસાપરમાં પોતાના મામા જ્યાં મજૂરી કરે છે એ વાડીએ ૨૫મીએ રાત્રે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ આજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

આપઘાત કરનાર છ ભાઇમાં વચેટ હતો. હોસ્પિટલ ચોકીના રણછોડભાઇએ આટકોટ પોલીસને જાણ કરી હતી. પિતા વીરૂભાઇના કહેવા મુજબ દિનેશ વતનમાંથી એક છોકરીને ભગાડી લાવ્યો હતો. આ છોકરીને તેના પરિવારજનો પાછી તેડી ગયા હતાં. ત્યારથી તે દુઃખી રહેતો હતો.  કદાચ આ કારણે પગલુ ભર્યાની શંકા છે. આટકોટ પોલીસ વધુ તપાસ કરે છે.

(11:50 am IST)