સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

મોરબીના માળિયા ફાટક નજીકના અકસ્માતમાં વધુ એક યુવાનનું મોત, મૃત્યુઆંક ૦૩

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૮ : મોરબીના માળિયા ફાટક નજીક બે દિવસ પૂર્વે અકસ્માત સર્જાયો હતો જેમાં બે બાઈકમાં સવાર ચાર યુવાનોને અજાણ્યા વાહનચાલક ઠોકર મારતા બે યુવાનના મોત થયા હતા તો બે યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં સારવાર દરમિયાન વધુ એક યુવાનનું મોત થતા કુલ મૃત્યુ આંક ૦૩ થયો છે

 જામનગરના હાપા રેલ્વે સ્ટેશન પાસે રહેતા પરેશભાઈ મગનભાઈ બજાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે માળિયા ફાટક નજીકથી તેના દીકરા ઋત્વિક બજાણીયા (ઉ.વ.૨૦), ભત્રીજા હાર્દિક ધીરેન્દ્રભાઈ બજાણીયા (ઉ.વ.૧૯) મોટરસાયકલ લઈને જતા હોય ત્યારે અજાણ્યા વાહને અડફેટે લેતા બાઈક સવાર ઋત્વિક અને હાર્દિક એ બંને યુવાનોના મોત થયા હતા જયારે અન્ય બાઈકમાં જતા કૌટુંબિક ભત્રીજો ભૌતિક નરેશભાઈ બજાણીયા અને ભાણેજ જીત કિરીટભાઈ રજોડીયાને પણ ગંભીર ઈજા કરી વાહનચાલક નાસી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે અકસ્માતમાં બે યુવાનના દ્યટનાસ્થળે જ મોત થયા હતા તો ભૌતિક બજાણીયા અને જીત રજોડીયા એ બંને યુવાનોને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમિયાન ભૌતિક બજાણીયા નામના યુવાનનું મોત થતા અકસ્માતમાં કુલ મૃત્યુ આંક ૦૩ થયો છે જયારે હજુ એક યુવાન સારવાર હેઠળ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

(11:37 am IST)