સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

મોરબી રહેણાંક વિસ્તારમાંથી કોરોના ટેસ્ટીંગનું સ્થળ બદલવા માંગણી

 મોરબીઃ ગોકુલનગરના રહેવાસી આશિષ કંજારીયાએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ગોકુલનગર શેરી નં ૧૮-૧૯ ના તે રહેવાસી હોય અને દ્યર સામે આરોગ્ય કેન્દ્ર આવેલ છે જયાં કોરોના ટેસ્ટીંગ માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે જેથી ભીડ ખુબ થાય છે આરોગ્ય સેન્ટર દ્વારા કોઈપણ પ્રકારની સાવચેતી રાખવામાં આવતી નથી કોરોના ટેસ્ટીંગ માટે આવેલ લોકો ગમે ત્યાં બેસે છે અને ઉભા રહે છે જેમાંથી કોઈપણ વ્યકિત પોઝીટીવ હોય તો અન્યને પણ ચેપ લાગી સકે છે અગાઉ આરોગ્ય કેન્દ્ર રોડ પર હતું જે હાલ સોસાયટી અંદર ફેરવેલ છે હાલની કોરોના મહામારીની પરિસ્થિતિ જોતા સોસાયટીમાં લોકોના દ્યર પાસે ભીડ એકઠી થાય તે નાગરિકોના હિતમાં નથી જેથી કોરોના ટેસ્ટીંગ માટે અલગ જગ્યાએ માંડવો નાખી કે અન્ય કોઈ વ્યવસ્થા કરવા અનુરોધ કરાયો છે.રહેણાંક વિસ્તારમાં કોરોના ટેસ્ટીંગની તસ્વીર.

(9:45 am IST)