સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th November 2018

નિકાવાથી ખરેડી હાઇવે અતિ બિસ્માર હાલતમાં ખડ ધોરાજી પાસે વિશાળ ખાડોઃ અકસ્માતનો મોટો ભય

કોઇ મોટી જાનહાનિ સર્જાય પહેલા તાત્કાલીક રોડ રીપેર કરવા માંગ

નિકાવા, તા.૨૮: નિકાવાથી ખરેડીને જોડાતા હાઇવે પર છેલ્લા ઘણા સમય થયાં નિકાવા પાસે ખડ ધોરાજીની બાજુમાં રોડ પર ૧ વિશાળ ખાડો પડી ગયેલા છે. જાય અવરનવાર નાના મોટા અકસ્માતો થયેલ છે. પણ તંત્ર જાણે કોઇ મોટો અકસ્માત સર્જાય અને કોઇનો જીવ જાય તેની રાહ જોઇને બેઠું હોય તે રીતે છેલ્લા એકાદ વર્ષથી આ ખાડો તેમજ બિસ્માર રોડને રીપેર કરવા માટે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવુ લોકોને લાગી રહ્યું છે. અને લોક માંગણી ઉઠી રહી છે કે નિકાવા ખરેડીને જોડાતા હાયવે ને તાત્કાલિક રીપેર કરી રોડ પર મોટા અકસ્માતની રાહ જોઇને બેઠેલા આવા ખાડાઓને તાત્કાલિક બુરાવામાં આવે. તસ્વીરમાં નિકાવાનું ધોરાજી વચ્ચેનો ખાડો દેખાઇ રહ્યો છે.(૨૩.પ)

(11:36 am IST)