સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

ધોરાજીમાં હિન્દૂ મુસ્લિમ સમાજના તહેવારના અનુલક્ષીને શાંતી સમીતી બેઠક યોજાઈ

 ધોરાજી: ધોરાજીમાં પોલીસ દ્વારા આગામી હિન્દુ મુસ્લીમ સમાજના તહેવારો અનૂલક્ષી કાયદો અને વ્યવસ્થા સ્થિતી જળવાઈ રહે તે માટે શહેરના અગણીઓની ઉપસ્થિતીમાં શાંતી સમીતી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ધોરાજીના પીઆઇ હકૂમત સિહ જાડેજાના પમૂખ સ્થાને યોજાઈ હતી જેમાં અગણીઓ લલીતભાઈ વોરા, અફરોઝભાઈ લકકડકૂટા,દિલીપભાઈ હોતવાણી,વી.વી વધાસીયા,બાસીતભાઈ પાનવાલા, હમીદ ભાઈ ગોડીલ કાસમભાઈ ,અશોકભાઈ સોદરવા સહિતના અગણી ઓ ઉપસ્થિત રહ્યા હતા
આ બેઠક માં મૂસ્લીમ સમાજના અગણી ઓ દ્વારા કોવિડ-૧૯ ની મહામારી અને અનલોક-૫ અને સરકાર ની ગાઇડલાઇન અને જાહેરનામા નો અમલ કરવા માટે બારમી શરીફ ના જૂલૂસ,ન્યાઝ સહિતના કાયકમો રદ કરાયા ની જાહેરાત કરાઈ હતી
  આ બેઠકમાં હાલની કોરોના મહામારીના પગલે ધોરાજી પીઆઇ હકૂમત સિહ જાડેજાએ તહેવારોની  ઉજવણી દરમિયાન સરકાર ની કોવીડ અગેની ગાઇડલાઇન્સનૂ પાલન કરવા અપીલ કરાઈ છે કોઈ પણ લોકો દ્વારા કોવીડ અગેની ગાઇડલાઇન્સનો ભંગ કરનાર સામે કડક કાયવાહીની તાકીદ કરાઈ છે
  આ બેઠક અગે ધોરાજી પીઆઇ હકૂમત સિહ જાડેજા એ જણાવ્યું હતું કે ધોરાજીમાં આગામી હિન્દૂ મૂસ્લીમ સમાજના તહેવારો અનૂલક્ષી કાયદો અને વ્યવસ્થા સ્થિતી જળવાઈ રહે તે માટે શહેરના અગણી ઓ ની શાંતી સમીતી બેઠક નૂ આયોજન કરાયૂ હતૂ આ બેઠક માં હાલ ની કોરોના મહામારી અન્વયે સરકાર ની સૂચના નૂ પાલન કરવા અપીલ કરાઈ છે કોવિડ અગે ની ગાઇડલાઇન્સ ભંગ કરનાર સામે કડક કાયવાહી ની તાકીદ કરાઈ છે.
તસ્વીર કિશોરભાઈ રાઠોડ

(6:46 pm IST)