સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

ધોરાજી ટેકાના ભાવે મગફળી વહેચવામાં ખેડૂતોને રસ નથી

ખુલ્લી બજારમાં વધુ ભાવ મળી રહ્યા છે:ગ્રેડરની ચકાસણીથી ખેડૂતો કંટાળ્યા

ધોરાજી :-   ધોરાજી ખાતે ખેડૂતો ટેકાના ભાવે વેહચવાને બદલે ખુલ્લી બજારમાં પોતાની મગફળી વહેંચી રહ્યા છે.

  રાજ્ય સરકારે 1055 ટેકાનો ભાવ જાહેર કર્યો અને ત્યારબાદ ખેડૂતો દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. હવે મગફળીની બજારમાં સુધારો આવતા ખુલ્લી બજારમાં સારી મગફળીના 1090 સુધી ના ભાવ ખેડૂતોને મળી રહેતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવને બદલે ઓપન માર્કેટમાં વેપારીઓને પોતાની મગફળી વહેંચી રહ્યા છે.
  ધોરાજીમાં ત્રણ દિવસ દરમિયાન 200 થી વધુ ખેડૂતોને મગફળી ટેકાના ભાવે વેચવા મેસેજ કરાયો હતો. જેમાં માત્ર 15 જેટલા ખેડૂતો પોતાની મગફળી લઈ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા. અને તેમાં પણ માત્ર છ થી સાત ખેડૂતોની મગફળી ગ્રેડિંગમાં પાસ થઈ હતી.
   ગ્રેડીંગ વિભાગ દ્વારા ઝીણવટ ભેર ચકાસણી થતી હોય અને મગફળીમાં ભેજ અને ધૂળનું પ્રમાણ વધુ જણાઈ એટલે રિજેક્ટ કરવામાં આવે આવી પ્રક્રિયાથી કંટાળી ખેડૂતો ખુલ્લી બજારમાં પોતાનો માલ વેચી રહ્યા છે. જો ખુલ્લી બજારમાં વધુ ભાવ મળતા હોય તો ટેકાના ભાવનો કશો અર્થ રહેતો નથી.
  રાજ્ય સરકાર ધારે તો બજાર કરતા ટેકાનો દર વધારી શકે પરંતુ સરકારને ખેડૂતોનો પાક લેવામાં રસ નથી કે કોઈ અન્ય કારણ વર્તમાન સમયમાં ખેડૂતો પોતાની મગફળી ઓપન બજારમાં જ વહેંચી રહ્યા છે.

(6:39 pm IST)