સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

કોંગ્રેસના આઠેય ધારાસભ્યો ભારે નારાજ હતા, કોંગ્રેસ ખોખલી બની ગઈ છે : વિજયભાઈ રૂપાણીના લીંબડીમાં પ્રહારો

વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી નહીં હોય તેવા નિવેદન આપનાર રાજીવ સાતવને જવાબ આપ્યો :આવું કશું જ નથી કોંગ્રેસ પોતાની હાર ભાળી રહી છે તે માટે આવા બણગાં ફૂંકી રહી છે

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લા ની લીમડી વિધાનસભા ની પેટા ચૂંટણી નજીક આવી રહી છે. આજે ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દવારા બપોરે   જિન કમ્પાઉન્ડ માં જાહેર સભા યોજવા માં આવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દવારા કોંગ્રેસ પક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.જેમા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દવારા સભા સંબોધન દરમિયાન કૉંગ્રેસ ના જે આઠ ધારાસભ્યો દવારા રાજીનામાં આપવા માં આવ્યા છે.તે બાબતે ખુલાસો કરવા માં આવ્યો છે. તેઓએ જણાવ્યું હતુ કે આ આઠ ધારાસભ્ય મારી મુલાકાતે આવ્યા હતા અને કૉંગ્રેસ ના કાર્ય થી નારાજ થઇ આ આઠ ધારાસભ્ય એ રાજીનામાં આપ્યા છે.અને હાલ કૉંગ્રેસ ખોખલી બની ગઈ છે.

બીજી તરફ ખેડૂતો ને અગામી દિવસો માં દિવસે વીજળી મળશે તેવા સરકાર પ્રયાસ હાથ ધરવા માં આવ્યા છે.સમગ્ર ભારત માં ગુજરાત નો વિકાસ મોખરે છે જેમાં ગુજરાત માં ગિરનાર પર્વત ઉપર વિશ્વ નો સૌથી લાંબો રોપવે ઉપરાંત વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરતી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિભા આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં અનેક એવા વિકાસના કામો થયા છે કે જે સમગ્ર વિશ્વ તેની નોંધ લે તેઓ સભા સંબોધન દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું છે.

ત્યારે લીંબડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની જીત નક્કી છે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે બીજી તરફ સમગ્ર ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણી આઠે આઠ બેઠક ભાજપ જીતનાર છે અને 111 કેટલી સીટો ગુજરાતમાં વિધાનસભા માં ભાજપની થશે તેવું પણ વિજયભાઈ રૂપાણી દ્વારા સભા સંબોધન દરમિયાન જણાવવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓ બેફામ બનતા જઈ રહ્યા હતા તેમને ડામવા માટે કડક કાયદાઓ બનાવી અને પોલીસને કામગીરીમાં સરકાર સહાયરૂપ બની છે ત્યારે બીજી તરફ જે ખનીજ માફિયાઓ અથવા જમીન માફિયાઓ ગુનેગારી કરીને જેલમાં જઈને ફક્ત બે ત્રણ દિવસમાં જામીન મેળવી લેતા હતા તે હવે નહીં ચલાવી લેવામાં આવે તે માટે વિશિષ્ટ પ્રકારના કાયદાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યા છે.

સવારે રાજીવ સાતવે દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની આ છેલ્લી ચૂંટણી હોઈ શકે તેવુ પોતાના સભા સંબોધનમાં જણાવવામાં આવ્યું હતું અને વિજય રૂપાણી આગામી મુખ્ય મંત્રી ગુજરાત રાજ્ય ના નહીં હોય તેવું પણ રાજીવ સાતવે દ્વારા એક નિવેદન દરમ્યાન જણાવવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં વિજય રૂપાણી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અથવા કોઈ નિગમના ચેરમેન હોઈ શકે તેઓ કોંગ્રેસના રાજીવ સાતવે દ્વારા ચૂંટણી પ્રચારમાં લોકો સમક્ષ જણાવવામાં આવ્યું હતું ત્યારે આ બાબતનો ખુલાસો કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકોના જણાવવામાં આવ્યું હતું કે આવું કશું જ નથી કોંગ્રેસ પોતાની હાર ભાળી રહી છે તે માટે આવા બણગાં ફૂંકી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી તારીખ 3 નવેમ્બરના રોજ યોજાનાર છે જેમાં કિરીટસિંહ રાણા ને લીમડી વાસીઓ મત આપી વિજય બનાવે તેવી અપીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર સભા દરમ્યાન કરવામાં આવી હતી.

(4:07 pm IST)