સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

ધારીની જનતા ભાજપને બરાબરનો પાઠ ભણાવશેઃ ખેડૂતોને સહાય પેકેજ આપવામાં વિલંબ

ગાયત્રીબા વાઘેલાનો ધારીની પેટાચૂંટણીમાં પ્રચાર

રાજકોટઃ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા દ્વારા પેટા ચંૂટણીમાં ધારી વિધાન સભામા પ્રચાર કરવામા આવ્યો હતો.

મહિલા કોગ્રેસની ટીમ દ્વારા ધારી તેમજ આજુબાજુના ગામડાંઓમાં ડોર ટુ ડોર સંપર્કના કાર્યક્રમ તેમજ ગ્રુપ મિટિંગોનંુ આયોજન કરવામા આવેલ અને ધારી વિધાનસભાના ઉમેદવાર કોટડીયાને જંગી બહુમતિથી ચુંટી કાઢવા અપીલ કરાઈ હતી અને ભાજપની સત્તા લાલસાને ઝાકારો આપી ધારીની જનતા જનાર્દનને પાંચ વર્ષ માટે આપેલા જનાઆદેશ અને કોંગ્રેસ પક્ષ સાથે ગદારી કરનાર ભાજપના ઉમેદવારને ધારીની જનતા બરોબર પાઠ ભણાવશે સાથે-સાથે રાજયની ભાજપ સરકારની નિષ્ફળતાના કારણે રાજયમાં બેકારી બેરોજગારી નો ગ્રાફ ૩૦ વર્ષમાં સૌથી ઊચી સપાટીએ છે રાજયમા શિક્ષણ મોઘુ બન્યં હોવાનંુ હોવાનું જણાવેલ.

 બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરતી સરકાર રાજયમાં કન્યાઓને મફત શિક્ષણ આપતી નથી ખેડૂતોને ખેતપેદાશના પોષણ ક્ષમ ભાવ મળતા નથી અતિવૃષ્ટિની સહાય પેકેજ જાહેર કરવામા ઘોર વિલંબ કરે છે અને જે આપેછે તેમા ખેડૂતોની મજાક થતી હોય તેટલી રકમ ચૂકવવામા આવે છે ગ્રામય કક્ષાએ આરોગ્ય કેન્દ્રો ની હાલત ખરાબ છે ત્યારે આ ચુંટણમા જનતાઆનો જવાબ આપશે અને કોંગ્રેસના ઉમેદવાર કે જેમની ત્રણ ત્રણ ત્રણ પેઢી કોંગ્રેસમાં છે અને ધારીની જનતા વચ્ચે રહ્યા છે તેવા કોંગ્રેસના ઉમેદવાર કોટડીયા નો વિજય નિશ્ચિત હોવાનું યાદીના અંતમાં જણાવાયું હતું. ગાયત્રીબા સાથે પ્રવાસમાં જામનગર જીલ્લા મહિલા કોગ્રેસ પ્રમુખ નયનાબા જાડેજા અને હિરબેન રાઠોડ જોડાયા હતા.

(12:52 pm IST)