સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

જુનાગઢમાં કિશોરભાઇ ચોટલિયા પરિવાર દ્વારા ઘર આંગણે ૪ ફુટના રાવણનું દહન

જુનાગઢઃ હાલમાં કોરોના મહામારી ના કારણે પ્રશાસન દ્વારા રાવણ દાહોદ નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ એ અનુસંધાને કિશોરભાઈ ચોટલિયા જણાવેલ કે સરકારશ્રીના આદેશ મુજબ રાસ-ગરબાનું જાહેર આયોજન બંધ  રાખી દ્યરઆંગણે ગરબા રમવાનું દ્યણા પરિવારે આયોજન કરી માતાજીની આરાધના કરી પરંપરા જાળવી રાખેલ તેમાંથી પ્રેરણા લઈને મારા પુત્ર ર્ંરૂશાંર્તં તથા પુત્રવધુ વૈશાલી બે દિવસ મહેનત કરી રાવણની ચાર ફૂટ ની પ્રતિમા બનાવેલ દશેરાની સાંજે ઘર આંગણે સ્નેહી મિત્રોની હાજરીમાં રાવણ દહનનું આયોજન કરી પરંપરા જાળવી હતી. કિશોરભાઈ ચોટલિયા એ જણાવેલ કે રાવણ ખૂબ જ શકિતશાળી શિવ ભકત હતા પરંતુ તેનામાં અહંકાર અને અભિમાન અને આસુરી શકિત હતી જેના કારણે તેનો ભગવાન શ્રીરામના હાથે વિનાશ થયો હતો આ પ્રસંગમાંથી આપણે પણ પ્રેરણા એ લેવાની કે આપણામાં રહેલ અહંકારને અભિમાનને રાવણ સાથે દહન કરી શ્રીરામની જેમ સંયમ રાખી જીવન જીવવું જોઈએ. આ રાવણ દહન કાર્યક્રમમાં અમારા પરિવાર સાથે સ્નેહી મિત્રો વિવેક ધીરુભાઈ ગોહેલ, દિનેશભાઈ કાચા, કાળુભાઈ ચોટલીયા, મનીષભાઈ જેઠવા, વરૂણ ભાઈ ચાવડા, પ્રશાંત ચાવડા, સંજય ચાવડા, તેજસ વેગડ, આશિષ કાચા, હાર્દિક ખેતાણી, અમિત પરમાર, પ્રકાશ પરમાર, પારસ પરમાર, વગેરે સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલઃ વિનુ જોષીઃ તસ્વીરઃ મુકેશ વાઘેલા.જુનાગઢ)

(12:48 pm IST)