સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

દ્વારકા જિલ્લામાં પાંચ પોઝીટીવ : છ ડિસ્ચાર્જ : કોરોનાની ગતિ મંદ પડી

ખંભાળીયા, તા. ર૮ :  દ્વારકા જિલ્લામાં ગઇકાલે કોરોના મહામારીમાં નવા પાંચ કેસ દાખલ થયા છે. જેમાં ખંભાળિયામાં એક, ભાણવડમાં એક, કલ્યાણપુરમાં એક તથા દ્વારકામાં બે નવા નોંધાયા છે જયારે ડિસ્ચાર્જમાં ભાણવડમાં બે દ્વારકામાં ત્રણ તથા ખંભાળિયામાં એક મળી ને કુલ છ ડિસ્ચાર્જ કરાયા છે.

દ્વારકાનાં આરંભડામાં, રાજપરામાં કલ્યાણપુરમાં પીપળા શેરી નગર નાકા ભાણવડમાં, નવી નગરી, દ્વારકા તાલુકો ઓખામાં તથા આવડપાળો મુરલીધર ટાઉન શીપ પાસે દ્વારકામાં નવા કેસો નોંધાયા છે. હાલમાં કુલ ૬૧ પોઝીટીવ કેસો એકિટવ છે.

પાંચ નવા કંટેટમેન્ટ ઝોન

દ્વારકા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ નવા કોરોના પોઝીટીવ કેસોના સંદર્ભમાં નવા પાંચ કંટેટમેન્ટ ઝોન જાહેર કર્યા છે.

નાયરા કંપની બેચરલ કોલોની કાઠી દેવળિયા ખંભાળિયા, અર્ચના સોસાયટી, ધરમપુર ખંભાળિયા, પીપળા, ભાણવડ, રાજપરા વજશીભાઇનું ઘર તથા કાંતિભાઇ ગાંધીનું ઘર નવી નગરી ઓખાને કંટેટમેન્ટ ઝોન વિસ્તાર જાહેર કર્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોવીડ-૧૦ કોરોના પોઝીટીવ રોગના સંદર્ભમાં જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલ તથા જિલ્લાના બન્ને પ્રાંત અધિકારીઓ ડી.આર. ગુરવ તથા નિહાર ભેટારીયા તથા આરોગ્ય વિભાગની સતત જાગૃતતા, પોલીસ તથા રેવન્યુ પાલિકા તંત્રની માસ્ક ઝુંબેશ રંગ લાવી હોય તેમ કોરોના ગતિ અત્યંત ધીમી પડી છે. તથા હાલ જિલ્લાથી કોવીડ-હોસ્પિટલમાં માત્ર રપ જ દર્દીઓ એડમીટ થઇને સારવાર લઇ રહ્યા છે તેમાં પણ નાજુક ભયજનક સ્થિતિવાળા કોઇ નથી!!

(12:46 pm IST)