સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

ગિરનાર રોપ-વેનો પ્રારંભ થતા જૂનાગઢ એસ.ટી.થી ભવનાથ સુધી બસ સેવા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૮: તહેવારોમાં જૂનાગઢમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળે છે, ઉપરાંત ગિરનાર રોપ-વેની શરૂઆત થતાં પ્રવાસીઓની સંખ્યામાં હજુ વધારો થશે, ત્યારે જૂનાગઢ એસ.ટી.ડિવીઝનએ જૂનાગઢ બસ સ્ટેશન થી ભવનાથ સુધીની બસ સેવા શરૂ કરી છે.  જેનો રૂટ બસ સ્ટેશન થી ગાંધીચોક, રેલ્વે સ્ટેશન, મજેવડી દરવાજા, ગિરનાર દરવાજા, દામોદર કુંડ થઇ ભવનાથ પહોંચવાનો રહેશે. બસ સ્ટેન્ડ બાદ વચ્ચેના કોઇપણ સ્ટોપ પરથી પ્રવાસીઓ બસમાં બેસી શકશે. બસ સ્ટેન્ડ થી ભવનાથ સુધીની ટિકીટ માત્ર ૧૩ રાખવામાં આવી છે. આ બસ દિવસ દરમિયાન કુલ ૦૮ ટ્રીપ મારશે.

બસ સ્ટેશનથી ઉપડશે; સવારે ૭:૦૦, ૮:૨૦, ૯:૪૦, ૧૧:૦૦, બપોરે ૧૨:૨૦, ૦૨:૦૦, ૦૩:૨૦ અને ૦૪:૪૦ જ્યારે ભવનાથ થી ઉપડશે; સવારે ૭:૪૦, ૯:૦૦, ૧૦:૨૦, ૧૧:૪૦ બપોરે ૦૧:૦૦, ૦૨:૪૦, ૦૪:૦૦ અને ૫:૩૦

(12:44 pm IST)