સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક દાતારબાપુના ઉર્સની સંદલ વિધી

 જૂનાગઢ : જમિયાલશાં દાતાર પર્વત પર ઉજવાઈ રહેલા ઉર્ષ પર્વ માંઙ્ગ રાત્રે ચંદન વિધિ નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂજય દાતાર બાપુ ની ગુફામાં રહેલા કિમતી આભૂષણો જેવાં કે નિલમ, માણેક,પોખરાજ, કાન ના કુંડળ, પવન પાવડી વગેરે જેવા અમૂલ્ય આભૂષણો કે જે વર્ષમાં એકજ વાર ગુફા માથી બહાર કાઢવામાં આવે છે અને આ આભૂષણો ને દાતાર બાપુના મહંત ભીમ બાપુ, ટેલિયાઓ તેમજ દાતાર સેવક ગણ દ્વારા દુધ, ગંગાજળ, ગુલાબજળ વગેરે દ્રવ્યો દ્વારા સ્નાન વિધિ કરાવવાંમાં આવી હતી, તેમજ તેમની પૂજન વિધિ કરવામાં આવી હતી, ત્યાર બાદ પૂજય પટેલ બાપા તેમજ પૂજય વિઠલબાપુ ની સમાધિ પર પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે મહંત ભીમ બાપુ દ્વારા પધારેલા ભાવિ ભકતજનો તેમજ સેવકગણ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ પ્રસંગેઙ્ગ જગ્યાના ટ્રસ્ટી જયોતિબેન વાછાણી , યોગીભાઈ પઢીયાર ,જગ્યા ના સેવક જયોતિષ ભાઈ ગાંધી, બટુકબાપુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

(12:43 pm IST)