સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th October 2020

જુનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયનું ચોકલી નિલકંઠધામના સંતો દ્વારા સન્માન

જુનાગઢ : કર્મનિષ્ઠ અને પ્રમાણિક એવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ. ઉપાધ્યાયનું શ્રેષ્ઠ કામગીરી બદલ જુનાગઢ જિલ્લાને રાજયકક્ષાએ સ્થાન અપાવવા બદલ તેમજ શિક્ષણ પરિવારના પ્રશ્નો વિદ્યાર્થી જગતના પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવવા બદલ તેઓને સંતો દ્વારા બિરદાવી સન્માન કરાયું હતું. જુનાગઢ નજીક આવેલ નિલકંઠધામ  ચોકલીના સંતો શ્રી જે.કે. સ્વામી અને અમૃતસાગર સ્વામીએ ભગવારંગની સાલ ઓઢાડી પ્રસાદ આપી શ્રી આર.એસ. ઉપાધ્યાયનું સન્માન કરતા તસ્વીરમાં નજરે પડે છે. આ તકે અગ્રણી બિલ્ડર્સ ભાવેશ વેકરીયા તેમજ જીલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ જુનાગઢના પ્રમુખ નિલેશ સોનારા, કમલ ઠુમ્મર તેમજ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના મેનેજીંગ ડીરેકટર દિનેશભાઇ ખટારીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર- મુકેશ વાઘેલા -જુનાગઢ)

(12:43 pm IST)